તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જાખાનાની સગીરાને ગામનો શખ્સ જીતોડાથી ભગાડી ગયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં સગીરાઅોને ભગાડી જવાના તાજેતરમાં વધુ બે કિસ્સા નોંધાયા હતા. જેમાં જાખાના ગામની સગીરાને ગામનો જ યુવક જીતોડા ગામેથી ભગાડી ગયો અને અનવરપુરની સગીરાને પિરોજપુરા ગામનો યુવક ભગાડી ગયો હોવાની સગીરાના પિતાએ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્મા તાલુકાના જાખાના ગામે રહેતી 17 વર્ષ 6 માસની સગીરાને લલચાવી ફોસલાવી શનિવારે બપોરે તેના જ ગામનો રાજ ભરતજી ઠાકોર જીતોડા ખાતેથી અપહરણ કરી લઇ ગયો હતો.આ અંગે સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે શખ્સ રાજ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી પીએસઆઈ આર.ડી.મકવાણા હાથ ધરી હતી.

સમીના અનવરપુરની સગીરાને પિરોજપુરાનો શખ્સ ભગાડી ગયો
સમી તાલુકાના અનવરપુરા ખાતે રહેતી 17 વર્ષની સગીરાને શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામનો યુવાન ઠાકોર વિપુલભાઇ માનાભાઇ તાજેતરમાં અપહરણ કરી લઇ ગયો હોવાની સગીરાના પિતાએ સમી પોલીસ મથકે શખ્સ વિપુલભાઇ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઈ એસ.બી.સોલંકી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...