રાધનપુર તાલુકાના ધરવડીગામની સગીરાનુ શનિવારે ચાંદરણીના બે અને એક અજાણ્યા શખ્સોએ અલગ અલગ બાઇક પર ધરવડી ખાતે આવીને સગીરાના ઘર નજીકથી અપહરણ કરી ગયા હતા. આ અંગે સગીરાની માતાએ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.17 વર્ષીય 11 માસ 7 દિવસની સગીરાને સમી તાલુકાના ચાંદરણી ગામનો રાવળ હેમાભાઇ અમરતભાઇ તા. 07 મેના રોજ સાંજે ગામેથી ભગાડી ગયો હતો.
અલગ અલગ બાઇક લઇને ત્રણ શખ્સો આવ્યા હતા અને સગીરાને ઘર આગળથી બળજબરી પુર્વ બાઇક પર બેસાડીને અપહરણ કરીને લઇ ગયા હતા આ અંગે સગીરાની માતાએ રાધનપુર પોલીસ મથકે બે શખ્સો રાવળ હેમાભાઇ અમરતભાઇ, રાવળ રામાભાઇ અમરતભાઇ રહે.ચાંદરણી (બાબરી) અને એક અજાણ્યો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ પીએસઆઇ પી.એમ.કાળમાએ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.