ક્રાઇમ:સિદ્ધપુરના ધનાવાડાની સગીરાનું સાસમના શખ્સે છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામની સગીરાને પાલનપુર તાલુકાના સાસમ ગામનો યુવકે છરી બતાવી અપહરણ કરી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરતાં કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર સગીરાએ કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ 8 જૂનના રોજ રાત્રે 11 વાગ્યાના સુમારે તેણી ઘરે હતી.

ત્યારે પાલનપુર તાલુકાના સાસમ ગામનો મનુજી રામજીજી ઠાકોર બાઈક ઉપર આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી ગયો હતો.બીજા દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ગામની સીમમાં ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...