ફરિયાદ:ઊંટવાડાની સગીરાનું ગામના શખ્સે મિત્ર સાથે મળી અપહરણ કર્યું

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાની માતાની ગામના બે શખ્સો સામે ફરિયાદ

સરસ્વતી તાલુકાના ઊંટવાડા ગામની સગીરા એક માસ અગાઉ રાત્રે ઘરની બહાર સુતી હતી ત્યારે ગામનો શખ્સ તેના મિત્ર સાથે આવીને અપહરણ કરી જતાં સગીરાની માતાએ વાગડોદ પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઊંટવાડા ગામની 15 વર્ષીય સગીરા 13/05/2022ના રોજ રાત્રે તેની માતા- તેમજ કાકા સાથે ઘરની બહાર સુતા હતા. ત્યારે રાત્રે 11 વાગ્યા અરસામાં ગામના બે શખ્સો અાવીને સગીરાનુ અપહરણ કરી લઇ જતાં હતા. પગના અવાજથી સગીરાની માતા જાગી જતાં ખાટલામાં સગીરાને ન જોતાં સગીરાના કાકાને જગાડી આજુબાજુ તપાસ કરી હતી.

નેળીયા બત્તી મારતાં ગામનો ઠાકોર મુકેશજી રાયચંદજી સગીરાનો હાથ પકડી લઇ જતો હતો તેની સાથે ગામનો સંજયજી પારખનજી ઠાકોર હતો. ત્યારે રોકવા બુમો પાડતાં બંને વાહનમાં બેસી નાશી છૂટ્યા હતા. સગીરાની માતાઅે વાગડોદ પોલીસે ઠાકોર મુકેશજી રાયચંદજી, ઠાકોર સંજયજી પારખનજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...