• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Sadbhavna Group Will Pay All The Fees From Corona To The Graduation Of The University Students Who Have Lost Their Parents.

ભાસ્કર વિશેષ:કોરોનાથી માતા-પિતા ગુમાવનારા યુનિવર્સિટીના છાત્રોની ગ્રેજ્યુએશન સુધીની તમામ ફી સદભાવના ગૃપ ભરશે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઉ.ગુ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્ય પાસેથી વિગતો આપવા વિનંતી કરી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં છાત્રો પૈકી જે છાત્રોના માતા-પિતાનું કોરોનાથી અવસાન થયું હોય તે તમામ છાત્રોની ગ્રેજ્યુશન સુધીની તમામ ફી સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ભરશે અને ગૃપ દ્વારા યુનિવર્સિટીની પાસે કોલેજોમાં અભ્યાસ કરતાં આવા છાત્રોની વિગતો મંગાવાઇ છે.

યુનિવર્સિટીના ઇ.સી સભ્ય હરેશભાઈ ચૌધરી દ્વારા સદભાવના ગૃપ ચલાવાય છે. કોરોનાથી જે પણ છાત્રોના માતા-પિતાનું મોત થયું હોય તેવા નિરાધાર સંતાનો ધો. 12 પછીની ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમમાં શિક્ષણ ફી વધુ હોય નિરાધાર છાત્રો ભરી ન શકતા મુશ્કેલીમાં મુકાઇ મજબૂરી વશ ફી ના ભાવે શિક્ષણ અધૂરું છોડવા તૈયાર થાય છે.

ત્યારે આવા છાત્રોને વાલી તરીકે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે યુનિ. સંલગ્ન કોલેજોના તમામ છાત્રોની ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં જે સેમમાં અભ્યાસ કરતા હોય ત્યાંથી લઈ અંતિમ સેમ સુધીની તમામ સત્ર ફી સદભાવના ગૃપ ભરશે. ટ્રસ્ટ દ્વારા રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલને પત્ર લખી તમામ કોલેજોને જાણ કરી આવા નિરાધાર છાત્રોની 10 દિવસમાં વિગતો મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે.

મારી ફી ન ભરી હોત તો બીએસસી અધૂરી રહી ગયું હોત
તેજલ ઠાકોર જણાવ્યું કે ડીસામાંબી.એસ.સી એસ.વાયમાં અભ્યાસ કરું છું. મારા માતા પિતા ના હોઇ દાદા-દાદી સાથે રહું છું.આર્થિક સ્થિતિ ખરાબ હોય કોલેજની ફી ભરી ન શકતા ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ અને મારે અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ થઇ હતી. હરેશભાઈની પાસે મદદ માગતા હતા તેમને મારો તમામ બી.એસ.સી ખર્ચ આપવાનું કઈ એસ.વાયની ફી પણ ભરી દીધી છે. જો તેમણે ફી ના ભરી હોત તો કદાચ બીએસસી અધૂરું જ રાખી ઘરે બેસવું પડ્યું હોત.

કોઈનું શૈક્ષણિક ભવિષ્ય ન બગડે એ જ અમારો હેતુ
સદભાવના ગૃપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે કોરોના મહામારીની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીએ પોતાનામાતાપિતા ગુમાવ્યા છે તો આવા વિદ્યાર્થીના શિક્ષણ આડે ક્યાંય આર્થિક સંકડામણ ન આવે એ હેતુથી એમના શિક્ષણમાં સહાયક થવા માટે થઈને અમારા સદભાવના ગૃપ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...