તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:દશાવાડા ગામમાં જમીન પેટે રૂ.૨,૨૧ લાખ પડાવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન આપવાનો મૌખિક વાયદો કરી રકમ પડાવી કોર્ટમાં અરજી કરતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે જમીન માલીકે જમીન ઉપયોગ કરતાં વ્યક્તિ પાસેથી રૂ.2,21 લાખ લઇને તેઓના વિરૂધ્ધમાં કોર્ટ અરજી કરી છેતરપિંડી કરી હોવાની કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દશાવાડા ગામે રહેતા સામંતસિંહ રતુજી વાઘેલા (ઉ.વ.62) તઓ 17-18 વર્ષ અગાઉ પડતર અને બિનઉપયોગી જગ્યા સંબંધી પીરમહંમદ વજીરભાઇ મોમીન પાસેથી ભેંસો બાંધવા ઢાળીયું બનાવવા માટે લીધેલ હતી. તે વખતે કોઇ કિંમત ચુકવેલ ન હતી. પણ 2010 તેઓએે તે જગ્યાના રૂ.1,05,786 ચુકવેલાં મૌખિક વાત થઇ હતી. પણ ત્યારબાદ 2015 બાંધકામના વિરોધમાં તેઓ હાઇકોર્ટ ગયેલા સમાધાન પેટે અત્યાર સુધી રૂ.2,21,000 ચુકવીને તેમને કહ્યું હવે તમારી જમીન બાબતે કોઇ અરજી કરીશ નહીં પણ તેમ છતા તેઓએ અરજી કરીને તેમની સાથે ઠગાઇ અને છેતરપિંડી કરી હોવાની સામંતસિંહ વાઘેલાએ કાકોશી પોલીસ મથકે શખ્સ મોમીન રાજેશભાઇ અલીમભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...