તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Rs. 10 Lakh Assistance Given To 10 Beneficiaries Of Patan District Under Dr. Savitaben Ambedkar Interracial Marriage Scheme

વિતરણ:ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળ પાટણ જિલ્લાના 10 લાભાર્થીઓને રૂ.10 લાખની સહાય અપાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેક તથા રાષ્ટ્રીય બચતપત્રોનું વિતરણ કરાયુ

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળના 10 લાભાર્થીઓને રૂ.10લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

છેવાડાના અને વંચિત સમાજના લોકોને મુખ્યધારામાં લાવવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જાતિની વ્યક્તિના તે સિવાયની અન્ય જાતિના વ્યક્તિઓ વચ્ચે લગ્ન થકી અશપૃશ્યતા નિવારી સામાજીક સમરસતા લાવવા ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે.

આંતરજ્ઞાતિય લગ્નના કારણે જ્ઞાતિ બહાર મૂકવા કે સામાજીક ખફાનો ભોગ બનનાર દંપતિ ખુમારીથી સુખમય જીવન જીવી શકે તે માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવા દંપતિને ઘરવખરી માટે રૂ.50 હજારની સહાયનો ચેક તથા ભવિષ્યની અનામત તરીકે રૂ.50 હજારના રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવે છે તેમ અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, પાટણના નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના સમી, રાધનપુર, ચાણસ્મા, શંખેશ્વર, સરસ્વતી, સિદ્ધપુર, સાંતલપુર તથા પાટણ તાલુકાના કુલ 10 જેટલા નવવિવાહિત દંપતિઓને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે સહાયના ચેક તથા રાષ્ટ્રીય બચતપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...