તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:50 ખેડૂતોના વારસદારોને વીમા અકસ્માત યોજનામાં રૂ.1 કરોડ વળતર ચૂકવાયું નથી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે કોરોના હળવો થતા ઝડપથી ચૂકવણું કરવા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ

પાટણ જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા 50 જેટલા ખેડૂતોના પરિવારોને કોરોનાના કારણે અકસ્માત વીમા યોજનાનું રૂ. 1 કરોડ જેટલું વળતર ચુકવાયુ નથી વળતર માટે વારસદારો કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે. રાધનપુરના પ્રેમનગર અને કલ્યાણપુરાના ખેડૂતનું અકસ્માતમાં મોત થતા અકસ્માત વીમા યોજનામાં રૂ.2 લાખ સહાય ચૂકવવા માટે પાટણ જિલ્લા પંચાયત મારફતે અરજી કરેલી છે તેને ઘણો સમય થવા છતાં હજુ સુધી વળતર મંજૂર થયું નથી. માત્ર રાધનપુર તાલુકાના જ નહીં પાટણ જિલ્લાના 50 જેટલા ખેડૂતોને અકસ્માત વીમા યોજનામાં વળતર મેળવવા માટે વારસદારોએ પાટણ જિલ્લા પંચાયત ખાતે અરજી કરેલી છે દરેક ખેડૂતના વારસદારને રૂ.2 લાખ પ્રમાણે 50 ખેડૂતોના વારસદારોને રૂ.1 કરોડ માતબર રકમ ચૂકવવાની થાય છે.

પરંતુ કોરોનાના કારણે હજુ સુધી વળતરથી વંચિત છે ત્યારે ખેડૂતોના વારસદારો ઘણા સમયથી તેમનું વળતર મંજૂર થયું છે કે નહીં અને કેમ હજુ સુધી મળતું નથી તેની જાણકારી માટે જિલ્લા પંચાયત કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે અરજદારોને ઝડપથી વળતર ચૂકવાય તેવી રાધનપુર તાલુકા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન સુરેશભાઈ ઠાકોરે રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અધિક મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરી છે.

છ માસ થયા છતાં હજુ વળતર મળ્યું નથી
કલ્યાણપુરા ગામના બચુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેમના કુટુંબીભાઈ પ્રભુભાઈ ઠાકોરનું ખેતીકામ કરતી વખતે અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત વીમા યોજનામાં વળતર માટે અરજી કર્યાને છ માસ જેટલો સમય થવા આવ્યો છતાં વીમા કંપનીએ વળતર આપ્યું નથી

કેટલાક કેસ પેન્ડિંગ છે
જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના કારણે તેમજ કેટલાક અરજદારોએ પુરતા ડોક્યુમેન્ટ ન આપ્યા હોવાના કારણે કેટલાક કેસ વીમા નિયામક કચેરીમાં પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...