રોયલ મારવાડી અશ્વ બ્રિડ શો:પાટણના બોરસણ ગામે રોયલ અશ્વ શો સ્પર્ધા યોજાઈ, 250થી વધુ અશ્વોએ ભાગ લીધો

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત અને રાજસ્થાનના 250થી વધુ અશ્વોએ ભાગ લીધો હતો
  • જુદી જુદી 6 કેટેગરીમાં અશ્વોની સ્પર્ધા યોજાઈ હતી

પાટણ તાલુકાના બોરસણ ગામે રોયલ મારવાડી હોર્સ સોસાયટી પાટણ દ્વારા રોયલ મારવાડી અશ્વ બ્રિડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 250થી વધુ અશ્વ પાલકોએ ભાગ લીધો હતો. જાતવાન અને સુંદરતામાં અગ્રેસર અગ્રેસર એવા અશ્વોને નિહાળવા સમગ્ર ઉતર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

બોરસણ ગામે વિકી અશ્વ ફાર્મ ખાતે યોજાયેલા અશ્વ શોમાં ચાણસ્મા તાલુકાના સરદારપુરા ગામના રિતેશ કુમાર મોતીભાઈ દેસાઈના દિલરાજ નામના અશ્વનો સ્ટોલિયન બ્રિડ શો કેટેગરીમાં પ્રથમ નંબર આવ્યો હતો. જે બદલ પ્રથમ નંબર મેળવનારને 11 હાજર રૂપિયા, ટ્રોફી, અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે હાર્દિક મોતીભાઈ દેસાઈની રુક્ષમણી નામની ઘોડી બીજી રિંગ બે દાંત વછેરી કેટેગરીમાં બીજો નંબર મેળવ્યો હતો.

આયોજક ફુલેસભાઈ દેસાઈના જણાવ્યા મુજબઅ દાંત વછેરા અને વછેરીમાં, બે દાંત વછેરાઅને વછેરો મોટી ઘોડી, ઘોડા (સ્ટેલિયન) સહિત 6 કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહત્વની ગણાતી સ્ટેલિયન શોમાં સરદારપુરા ગામનો દિલરાજ નામનો અશ્વ પ્રથમ નંબર આવ્યો છે. જેની સુંદરતા શ્રેષ્ઠ અશ્વ હતો.

અન્ય સમાચારો પણ છે...