વિતરણ:રોટરી ક્લબ પાટણ દ્વારા TEACH મિશન અંતર્ગત નોટબુક, પેન્સિલ, માસ્ક અને બિસ્કિટનું વિતરણ કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાયડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી વસ્તુનું વિતરણ કરાયું વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક કારકિર્દીના ભાગરૂપે અવાર નવાર કાર્યક્રમો હાથ ધરાઈ છે

રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા TEACH મિશન અંતર્ગત વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક કારકિર્દીના ભાગરૂપે અવાર નવાર કાર્યક્રમો હાથ ધરવામાં આવતાં હોય છે. જે અંતગર્ત સોમવારના રોજ વાયડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, માસ્ક અને બિસ્કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રાજેશ મોદી, મંત્રી શૈલેષ સોની, શાળાના આચાર્ય, વાયડ ગામના સરપંચ વિષ્ણુ દેસાઈ, તાલુકા ડેલીગેટ મોડનજી સહિત ગામના આગેવાનો તથા અન્ય રોટરી મિત્રો જયરામ પટેલ, સુનિલ રાજપુરોહિત, ઝેડ.એન.સોઢા સહિત શાળા સ્ટાફે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...