તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:રોટરી ક્લબ પાટણ સીટી દ્વારા જનતા હોસ્પિટલને વેન્ટિલેટર દાન

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ પાટણ સીટી દ્વારા પાટણની જનતા હોસ્પિટલને એક વિશ્વ સ્તરનું વેન્ટિલેટર રવિવારે દાનમાં આપ્યું હતું. રોટરી‌ ક્લબ ઓફ વિસનગર અને પાટણ સીટી ડિસ્ટ્રીકટ 3054ના‌ સંયુક્ત પ્રયાસોથી દાતા ઇન્દિરાબેન દેવદત્તભાઈ જૈન તેમજ દાનવીર નાગરીકોની સહાયથી વેન્ટીલેટર‌નું લોકાર્પણ રોટરી ક્લબ ઓફ વિસનગરના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગર્વનર જગદિશભાઇ પટેલ, આસિ. ગર્વનર પ્રવિણભાઇ વ્યાસ, પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, દેવદત્તભાઈ જૈન, મેહુલભાઈ જૈન, જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ, અને રોટરી ક્લબ ઓફ પાટણ સીટીના સભ્યો હાજર હતા. પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર જે. જે ઠક્કર, આસુતોષ પાઠક સહિતે પ્રવચન કર્યા. જિલ્લા ખેતીવાડી નિયામક શૈલેષભાઈ પટેલે કોવિડ NGO નોડલ ઓફિસરની ઉત્કૃષ્ટ સેવા બદલ વિશિષ્ટ સન્માન કર્યુ. રોટરી ક્લબ, પાટણના પ્રમુખ રણછોડભાઈ પટેલ સેક્રેટરી ઝુઝારસિંહ સોઢા અને ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો