ઇનામ વિતરણ:પાટણમાં રોટરી ક્લબ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ સંસ્થાના હોદ્દેદારોને ઇનામ અપાયા

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વર્ષ 2020-21 અને વર્ષ 2021- 22 ના સંસ્થાના હોદ્દેદારો અને વિવિધ પ્રોજેક્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારો અને સભ્યોનો ઇનામ વિતરણ કાર્યક્રમ રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. મેહુલ રાઠોડના મુખ્ય મહેમાન પદે સંતોકબા હોલ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર પ્રવીણ વ્યાસ અને હરેશ પટેલ તેમજ રોટરીના વર્ષ 2020-21 ના પ્રમુખ, સેક્રેટરી અને ઉપપ્રમુખ સહિત પ્રોજેકટ ચેરમેનો અને સિનિયર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ અધિકરીઓને પ્રોત્સાહિત કરાયાં
આ પ્રસંગે રોટરીના વિવિધ પ્રોજેક્ટ ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર, સૌથી વધુ હાજરી આપનાર તેમજ પ્રજાલક્ષી સેવાકીય વિવિધ પ્રોજેક્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર રોટેરિયનોનું એવોર્ડ તેમજ વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રોટેરીયન રણછોડભાઈ પટેલ, ઝુઝારસિંહ સોઢા, રાજેશ મોદી, શૈલેષ સોની, ધનરાજભાઈ ઠક્કર તેમજ અન્ય રોટેરીયનો ઉપસ્થિત રહી વિવિધ પ્રોજેક્ટમાં સુંદર કામગીરી કરનાર રોટેરિયાનોને બિરદાવી પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...