વેપારમાં તેજીની આશા:બે વર્ષ પછી આજે ધનતેરશે બજારમાં રોનક

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેર અને જિલ્લામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતાં વાઘબારશે ખરીદી માટે ભીડ જામી, આજે પણ વેપારમાં તેજીની આશા

પાટણ શહેર અને જિલ્લામાં દીપાવલીના પર્વની શરૂઆત સોમવારે વાઘ બારસ પર્વથી શરૂ થઈ હતી. જેમાં ઉત્સવ ઉજવવા ઉત્સાહ પૂર્વક લોકોની ખરીદી નીકળતા લઇ કોરોના પછી ફરી એકવાર કરીયાણા, ફુટવેર, રેડીમેડ, જ્વેલર્સ, ફટાકડા, મીઠાઈ એમ તમામ બજારમાં જીવંત માહોલ જોવા મળી રહ્યો હતો. શહેરના અનુભવી વેપારી અગ્રણીઓના મતે બે વર્ષ પછી દિવાળી સુધરી છે. પુષ્ય નક્ષત્ર પછી સોના અને ચાંદી બંનેમાં ભાવ નો ઘટાડો થવાથી ખરીદી વધશે મીઠાઈ બજારમાં નવી સ્વીટ્સ બનાવવાનું છેલ્લા ત્રણ દિવસથી શરૂ થઇ ગયું છે. સાથે સાથે સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ નહીં નફો નહીં નુકસાન ધોરણે મીઠાઈ ઓર્ડરથી વિતરણ કરવામાં આવી રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના જિલ્લા પ્રતિનિધિ સુરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ બે વર્ષ પછી જિલ્લામાં અગાઉ જેવો નજારો બજારમાં જોવા મળ્યો છે.

પાટણમાં આજે વેપાર સારો રહેવાનો મત
પાટણ શહેરના જ્વેલર્સ વેપારી ભાનુભાઈ સોનીના મતે ધનતેરસે પ્રમાણમાં ખરીદી વધુ રહેશે. બજાર સોનામાં 500 અને ચાંદીમાં લગભગ 2000 નીચું ગયું હોવાથી ખરીદી પણ વધશે. કેટલાક લોકો સોમવારે વસ્તુ પસંદ કરી બુકિંગ કરાવી ગયા છે. ભાર્ગવ સોની અને કલ્પેશ ચોકસીના જણાવ્યા મુજબ ગયા વર્ષ કરતાં 20 થી 25 ટકાનો બિઝનેસ વધશે.

અન્ય સમાચારો પણ છે...