રોમિયો ઝડપાયો:પાટણનાં નવા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થિનીઓ સામે બિભત્સ વર્તન કરતા રોમિયોને પોલીસે ઝડપી લીધો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરનાં સદ્ધપુર હાઇવે પર આવેલા નવા બસ સ્ટેન્ડનાં બહારનાં ભાગે એક રોમિયો આવતી જતી છાત્રાઓને આંખો વડે બિભત્સ ચેનચાળા કરીને હેરાન પરેશાન કરતો હોવાની જાણ કોઇએ પોલીસને કરતાં પાટણ એસ.ઓ.જી. પોલીસને કરતાં સવારે 11 વાગ્યાનાં સુમારે એસ.ઓ.જી.નાં હેડ કોન્સ્ટેબલ કુલદિપભાઇ તથા વુમન કોન્સ્ટેબલ રજનીબેન તુરત બસ સ્ટેન્ડમાં જઇને ઉપરોક્ત ચેનચાળા કરતાં રોમિયોને ઝડપી લીધો હતો અને તેની સામે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે જી.પી. એક્ટ 110 મુજબ ગુનો નોંધ્યો હતો.

પોલીસે તેનું નામ પુછતાં તેણે સાહિલ ઇનાયત મિરઝા (રહે. સમી મુળ રહે. પાલનપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસને જાણકારી હતી કે, પાટણનાં નવા બસ સ્ટેન્ડની બહારનાં ભાગે કેટલાક અસામાજિક તત્વો બસ સ્ટેન્ડમાં આવતી જતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતાં હોવાથી તેવા શખ્સોની વોચમાં બહાર ઉભા હતા ત્યારે આ શખ્સ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...