ટ્રાફિકજામ:ટેક્નિકલ ખામીના કારણે રાજમહેલ રોડ પરનો ફાટક ન ખુલતાં વાહનોનો ખડકલો

પાટણ12 દિવસ પહેલા
  • ઇલેક્ટ્રિક સર્કીટમાં ખામી સર્જાતા ફાટકની એક તરફના ગેટ ન ખુલ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓ પણ ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલીમાં મુકાયા

પાટણના રાજમહેલ રોડથી યુનિવર્સિટીને જોડતો રેલ્વે ફાટક આજે બુધવારની બપોરે ગુડ્ઝ ટ્રેન પસાર થયા બાદ ટેક્નીકલ ખામીને કારણે ન ખુલતા બંને તરફ ટ્રાફિકનો ચક્કાજામ સર્જાયો હતો. જેના કારણે ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

નોંધનીય છે કે પાટણ-કાંસા-ભીલડી રેલ્વે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ દિવસ દરમિયાન પેસેન્જર ટ્રેન સહિત ગુડ્ઝ ટ્રેનોની આવન જાવન વધી જવા પામી છે. ત્યારે રાજમહેલ રોડનો રેલ્વે ફાટક ટ્રેન આવવાના સમયે બંધ કરવામાં આવતા રોજ સામાન્ય ટ્રાફિક જોવા મળે છે. જો કે બુધવારની બપોરે ગુડ્ઝ ટ્રેન પસાર થવાની હોઇ આ ફાટક બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રેન પસાર થયા બાદ ફાટક મેન દ્વારા ફાટક ખોલવા જતાં ઇલેક્ટ્રિક સર્કીટમાં ખામી સર્જાતા ફાટકની એક તરફના ગેટ ખુલ્યા ન હતા. જેને કારણે બંને તરફ વાહનોનો ખડકલો થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે થોડા સમય બાદ મેન્યુઅલી ગેટ ખુલતા વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...