તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલધડક લૂંટના CCTV:પાટણના હારીજની આંગડિયા પેઢીમાં 7 લાખની લૂંટ, પાંચ બુકાનીધારીઓ માત્ર 20 સેકન્ડમાં ગુનાને અંજામ આપી ફરાર

પાટણ23 દિવસ પહેલા
હારિજની આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના
  • પૈસા જમા કરાવવા આવેલા વેપારીને પિસ્ટલ જેવું હથિયાર બતાવી બેગ આંચકી લીધી
  • પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવાના પ્રયાસો શરૂ કર્યા

પાટણના હારીજમાં સાંજના સમયે આંગડિયા પેઢીમાં સાત લાખ રૂપિયાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. પેઢીમાં ઘૂસી આવેલા પાંચ બુકાનીધારીઓેએ પિસ્ટોલ જેવું હથિયાર બતાવી પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ ભરેલો થેલો લઈ ફરાર થયા હતા. માત્ર 20 સેકન્ડમાં જ લૂંટારુઓએ ગુનાને અંજામ આપ્યો હતો. લૂંટનો સમગ્ર મામલો CCTVમાં કેદ થઈ જતા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

લૂંટારુઓએ માત્ર 20 સેકન્ડમાં લૂંટને અંજામ આપ્યો
પાટણના તાલુકા મથક હારીજમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં સાંજના સાતેક વાગ્યાના અરસામાં રૂટીન કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ એકબાદ એક પાંચ બુકાનીધારીઓ ઓફિસની અંદર ઘૂસી ગયા હતા. ઓફિસમાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ એક લૂંટારા દ્વારા પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવું હથિયાર વેપારી સામે તાકવામા આવ્યું હતું. જે વ્યકિત પાસે પૈસાની બેગ હતી તેને માર મારી તેની પાસેથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લેવામા આવી હતી. પાંચેય લૂંટારુંઓ માત્ર 20 જ સેકન્ડના સમયમાં લૂંટ ચલાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

પિસ્ટોલ બતાવી લૂંટને અંજામ આપ્યો
પિસ્ટોલ બતાવી લૂંટને અંજામ આપ્યો

વેપારીએ બૂમાબૂમ કરી પણ લૂંટારુ ફરાર થઈ ગયા
ઓફિસની અંદર તો લૂંટારુઓએ હાથમાં હથિયાર રાખ્યું હોવાથી કર્મચારીઓએ તેમનો પ્રતિકાર કરવાની હિંમત કરી ન હતી. પરંતુ, લૂંટારુ બહાર નીકળતા જ આંગડિયા પેઢીના કર્મચારીઓએ બૂમાબૂમ કરી મુકી હતી. પરંતુ, ત્યાં સુધીમાં પાંચે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી
આંગડિયા પેઢીમાં લૂંટની ઘટનાનો સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હોય પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુઓને ઝડપી પાડવા કવાયાત હાથ ધરવામા આવી છે.

પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી
પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી

લૂંટારુઓના નિશાના પર આંગડિયા પેઢી
ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ અને લૂંટના પ્રયાસની આ ત્રીજી ઘટના બની છે. અંજારમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 62 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. ત્યારબાદ ભરૂચ પાસે બસને આંતરી લૂંટારુઓ દ્વારા આંગડિયા પેઢીના ચાર કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. રાજ્યમાં એક બાદ એક લૂંટની ઘટનાઓ સામે આવતા આંગડિયા પેઢીના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ફફાડાટ ફેલાયો છે.

એક શખ્સ હાથમાં રિવોલ્વર લઈ ઉભો છે અને સાથેના લોકો રૂપિયા 7 લાખ ભરેલો થેલો આંગડિયાની ઓફિસમાંથી લઈ જતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે.
એક શખ્સ હાથમાં રિવોલ્વર લઈ ઉભો છે અને સાથેના લોકો રૂપિયા 7 લાખ ભરેલો થેલો આંગડિયાની ઓફિસમાંથી લઈ જતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યા છે.

જિલ્લામાં નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધરાયું

સ્થાનિક પોલીસ, એલસીબી અને રાધનપુર ડીવાયએસપી દોડી આવ્યા હતા.
સ્થાનિક પોલીસ, એલસીબી અને રાધનપુર ડીવાયએસપી દોડી આવ્યા હતા.

હારિજ પીએસઆઇ એસ.આર ચૌધરીના જણાવ્યા મુજબ હવાલા પેઢીમાં થયેલી લૂંટના પગલે સમગ્ર જિલ્લાની પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. જિલ્લાના દરેક પોલીસ થાના દ્વારા વાહન ચેકિંગ કામગીરી હાથ ધરાઈ છે. અને સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા તપાસ ચાલી રહીં છે

અન્ય સમાચારો પણ છે...