લૂંટેરી દુલ્હનનો આતંક:મણુંદ ગામમાં દર દાગીના મળી 1.19 લાખની મત્તા લઈ પલાયન; 1 લાખ આપી બહુચરાજીના અંબાલાની યુવતી સાથે પુત્રના લગ્ન કરાવ્યા હતા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • યુવકના પિતાએ બાલીસણા પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ

પાટણ તાલુકાના મણુંદ ગામે તાજેતરમાં આધેડે પોતાના દીકરાના લગ્ન કરાવવા 1 લાખ રૂપિયા એડવાન્સ આપી લગ્ન કરાવ્યા હતા. એક માસમાં પરિણિતા ઘરમાં એકલી હોય દર દાગીના અને રોકડ રૂ.119961ની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. આ અંગે આધેડ બાલીસણા પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ તાલુકાના મણુંદ ગામે રહેતા વાડીલાલ બબલદાસ પટેલ તેમનો દીકરો અંકિત કુંવારો હતો. વાડીલાલને તેમના ગામના પરિચિત પટેલ સુરેખાબેન રણછોડભાઈ કહ્યું હતું કે મારી નજરમાં એક છોકરી છે, તમારા દીકરા અંકિતના લગ્ન કરવા છે ત્યારે વાડીલાલ પટેલે સંમતિ બતાવી હતી અને તારીખ 05/07/2021ના રોજ 4 શખ્સો ભેગા મળી અને બહુચરાજી તાલુકાના અંબાલા ગામની કોમલબેન ચુનીલાલ દવે સાથે લગ્નનું નક્કી કરીને ટોકન પેટે રૂપિયા 50 હજાર લીધા હતા અને તારીખ 06/08/2021ના રોજ ફુલહાર કરી ફરી રૂ.50 હજાર લીધા હતા.

ત્યારબાદ મણુંદ ગામે પત્ની તરીકે રહેતી હતી. અને તારીખ 02/09/2021 ના રોજ ઘરમાં કોઈ ન હોઈ સોનાનાની બુટ્ટી જેની કિંમત રૂ.34,487 અને સોનાના પાટલા જેની કિંમત રૂ.80,474 તેમજ રોકડ રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 1,19,961ની ચોરી કરી પલાયન થઇ ગઇ હતી. આ અંગે વાડીલાલ પટેલે બાલીસણા પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ પી.એસ.ચૌધરી હાથ ધરી હતી.

આ શખ્સો સામે ફરિયાદ

  • ત્રિવેદી ભુપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ રહે. ઉમતા
  • પટેલ સુરેખાબેન રણછોડભાઈ રહે. મણુદ
  • પટેલ સરોજબેન રહે પાટણ
  • દવે કોમલબેન ચુનીલાલ રહે અંબાલા
  • મકવાણા ભમરસિંહ શંકરભાઈ રહે. વાવ
અન્ય સમાચારો પણ છે...