તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણમાં માર્ગ અકસ્માતો નિવારવા રોડસાઈડના વૃક્ષોનું કટીંગ અને પૃનિંગ કરવામાં આવશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો

પાટણમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ અવારનવાર થતા માર્ગ અકસ્માતો રોકવા તથા ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અંગે સમીક્ષા કરી તે અંગે ત્વરીત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરએ સબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

રોડ ટર્નિંગ પર વૃક્ષોના કારણે વિઝીબિલીટી ઓછી થઇ કાર્ય કરાશે
આ બેઠકમાં જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય સચિવ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી એસ.કે.ગામીત દ્વારા પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓના જાહેરમાર્ગો પર જે સ્થળોએ અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય તે સ્થળોની સ્થિતિ અંગે માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સંકલનમાં રહીને કરવામાં આવેલા સરવેની વિગતોથી જિલ્લા કલેક્ટરને અવગત કરાવવામાં આવ્યા હતા.

સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ તથા રિફ્લેક્ટર સહિતની વ્યવસ્થા કરાશે
જેમાં ધિણોજ ગામ પાસેના માર્ગ, રાધનપુર-સાંતલપુર હાઈવે, પલાસર પાટીયા તથા ઝીલીયા બ્રીજ પાસે વધુ અકસ્માતો થતા હોઈ આ સ્થળોએ સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ તથા રિફ્લેક્ટર સહિતની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જરૂરી સુચનાઓ આપી હતી. જે સ્થળોએ રોડ ટર્નિંગ પર વૃક્ષોના કારણે વિઝીબિલીટી ઓછી જણાય તેવા રસ્તાઓ પરના વૃક્ષોનું કટીંગ તથા પૃનિંગ કરવા પણ જિલ્લા કલેક્ટરએ તાકીદ કરી હતી.

ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અનુરોધ
ઉપરાંત જિલ્લા કલેક્ટરએ કેનાલ કે નાળા પાસે જ્યાં રસ્તો સાંકડો થતો હોય તેવા સ્થળોએ રિફ્લેક્ટર્સ તથા સાઈન બોર્ડની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. વધુમાં પાટણ શહેરી વિસ્તારમાં જાહેરમાર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરએન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે, નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારા, રાધનપુર પ્રાંત અધિકારી ડી.બી.ટાંક તથા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરોઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...