બે રસ્તાનું ખાતમુહૂર્ત:પાટણના જલરામ મંદિરથી સારથી બંગલો અને યશ બંગલોથી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધીના રસ્તા નવા બનશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી રોડ બનશે

ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે રૂપિયા 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના વોર્ડ નંબર 6 અને 7ના નગરપાલિકા દ્વારા જલારામ મંદિર ચોકથી ટેલીફોન એકસચેન્જથી સારથી બંગલો સુધીના ગેટ સુધી અને યશ બંગલો થી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટણનો દિનપ્રતિદિન વિકાસ થાય તેને અનુલક્ષીને વિવિધ ગ્રાન્ટો માંથી પાટણના વિકાસના કામો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા નવી ટીમ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.ત્યારે પાટણને વિકાસની ગતિમાં આગળ વધારવું છે તેવા પ્રયત્નો નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ વોર્ડ નંબર છ તથા સાતના કોર્પોરેટર મુકેશભાઈ જે. પટેલ રાજેન્દ્ર ભાઈ હિરવાણી, રમેશભાઈ પટેલ, કામિનીબેન પ્રજાપતિ તથા શૈલેષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ , જયેશભાઈ પટેલ વગેરે કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...