સુવિધા:પાટણમાં સરસ્વતિ તાલુકામાં રૂ.12 કરોડનાં રોડનાં કામો મંજૂર, ધારાસભ્યની રજૂઆતોને મળી સફળતા

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે પોતાના મત વિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું

પાટણ પ્રજાના પ્રશ્નો માટે સતત પોતાના મત વિસ્તારની મુલાકાત લઈ પ્રશ્નોનું નિરાકરણ કરતા ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પોતાના મત વિસ્તારમાં કાચા રોડ પાકા બનાવવા જે રોડ છે તે પહોળા કરવા સતત રજૂઆતો કરી હતી. જેમાં સરસ્વતિ તાલુકામાં રૂ.12 કરોડનાં રોડનાં કામો મંજૂર થયા છે.

રોડ મંજુર કરાવતા લોકએ ધારાસભ્યનો આભાર માન્યો
સરકારના માર્ગ-મકાન વિભાગે બાર કરોડ રૂપિયા આ માટે ફળવણી કરી ચોમારપુરી પાટણ, ગોલાપુર ગંજારોડથી વાઘજીપુરા મીઠીવાવડીથી સરદારપુરા, હાજીપુરથી ધારપુર, બાલવા-રણછોડપુરા તથા વાયડથી દેલિયાથરા રોડનો સમાવેશ થાય છે. જેની કુલ લંબાઇ 14.80 કી.મી છે. આ માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ મંજુર કરેલો છે.

આ બે કામની લંબાઇ 4.20 કિ.મી. છે
જ્યારે રોટરીનગર સરસ્વતી પરા થઇ મોલાના મહેબુબની દરગાહ તથા હાંસાપુર-બોરસણ રોડ પહોળા કરવામાં આવશે. આ બે કામની લંબાઇ 4.20 કિ.મી. છે. આ સાથે વાડીયા લોધી રોડ અને સરીયદ-ધાનેરા રોડ પણ મંજૂર થયા છે. રોડ મંજુર કરાવતા લોકએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...