વિકાસ કામ:પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં 50 લાખના ખર્ચે બનનારા રસ્તાના કામનો પ્રારંભ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રૂ.50 લાખ ના ખર્ચ પાલિકા દ્વારા વોર્ડ નંબર 10 મા ભઠ્ઠીવાડા થી ટાયરનગર, ભીલવાસ, રબારીવાસ, પટ્ટણીવાસ, ગુલશનગર સુઘી ના નવીન રોડ બનાવવાની કામગીરીનો રવિવારના રોજ પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પક્ષનાં નેતા દેવચંદભાઈ પટેલ સહિત વિસ્તારના કોર્પોરેટરો અને પ્રબુધ્ધ નગરજનો ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા વિધાનસભા ની ચુંટણી પૂર્વે મંજુર થયેલ શહેરના વિવિધ માર્ગો નાં નવીનીકરણ ની કામગીરી ક્રમશઃ શરૂ કરવામાં આવી છે ત્યારે રવીવાર નાં રોજ શહેરના વોડૅ નં 10 માં ખાસ જરૂરિયાત વાળા વિસ્તારમાં રૂ.50 લાખનાં ખર્ચે શરૂ કરવામાં આવેલ રોડની કામગીરી ને લઈને વિસ્તારના રહીશો માં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...