કતપુર ગામમાં એન્જિનિયરિંગ કોલેજ સુધીનો ગામનો મુખ્ય રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય ગ્રામજનોને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી હોય રજૂઆતના આધારે પાટણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે રોડનું કામ શરૂ કરવામાં આવતા રોડની સમસ્યા દૂર થવા પામી હતી.
પાટણ વિધાનસભાના કતપુર ગામ અને કોલેજને જોડતો રોડ ગામમાં અવરજવર માટેનો મહત્વનો રસ્તો હોય તૂટેલી હાલતમાં પડ્યો હોય વિદ્યાર્થી સહિત ગ્રામજનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. જે મામલે ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા તેમની ગ્રાન્ટમાંથી રોડ મંજૂર કરાવતા 50 લાખના ખર્ચે સોમવારે સવારે રિસફરિંગ કામનું ધારાસભ્ય સહિત ગ્રામજનોની ઉપસ્થિત ખાતમુહૂર્ત કરી કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
રોડ નવીન બનતા ગ્રામજનો સાથે સાંડેસર પાટીના ખેડૂતો અને કોલેજના સ્ટાફ સહિત વિદ્યાર્થીને પસાર થવામાં રાહત રહેતા ખુશી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.