ખાતમુહૂર્ત:પાટણ તાલુકાના કમલીવાડા ગામથી રામણદા થઈને વાઘાજીપુરા સુધીના રોડનું કરાયું ખાતમુહુર્ત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનતેરસના પવિત્ર દિવસે કરાયું ખાતમુહુર્ત
  • પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈએ સરકારની કામગીરીને સરાહનીય ગણાવી

પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પાટણ તાલુકાના કમલીવાડા ગામથી રામણદા રોડ થઈને વાઘાજીપુરા સુધીના રોડનું ધનતેરસના પવિત્ર દિવસે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. એક ગામને બીજા ગામ સાથે જોડવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈએ પણ સરકારની કામગીરીને સરાહનીય ગણાવી હતી.

આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ તાલુકા પંચાયતના સામજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગામજનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...