હાય મોંધવારી:CNGના ભાવ વધતા પાટણમાં રિક્ષા ભાડુ બમણું થયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લોકો રીક્ષામાં બેસતા પહેલાં પૂછી રહ્યા છે કેટલું ભાડું થશે... - Divya Bhaskar
લોકો રીક્ષામાં બેસતા પહેલાં પૂછી રહ્યા છે કેટલું ભાડું થશે...
  • પાટણમાં બગવાડા થી બસ સ્ટેશન જવાનુ રિક્ષા ભાડું 15 ના બદલે 30 પડાવાય છે
  • રિક્ષા સવારી મોંઘી થતાં રાણકી વાવ જવા માટે 30 ના બદલે 50 રૂપિયા ચૂકવવા પડે છે

સી.એન.જી ગેસમાં ભાવ આસમાને પહોંચતા પાટણમાં રિક્ષાવાળાઓએ ભાડા ડબલ કરતાં શહેરમાં અવરજવર કરતાં લોકોને ફ્કત 1 થી 3 કિલોમીટરના અંતરમાં એક સ્થળેથી બીજા સ્થળે રિક્ષામાં મુસાફરી કરવા માટે પહેલા 10 થી 20 રૂપિયા ખર્ચવા પડતાં હતા જેની સામે હવે 20 થી 50 ચૂકવવા પડતા લોકોનાં ખિસ્સા ખંખેરાતા શહેરની અંદર મુસાફરોને સવારી મોંઘી પડી રહી છે. પાટણ શહેર હોસ્પિટલ માટે તથા શિક્ષણ નગરી તરીકે ઓળખ ધરાવે છે.

ઉત્તર ગુજરાત ભરમાંથી શહેરમાં સારવાર અને ખરીદી અર્થે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી શહેરના એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરવા માટે મોટા ભાગનો લોકો સી.એન.જી રિક્ષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. શહેરમાં વધુ ઉપયોગ થતો હોય છેલ્લા એક વર્ષમાં રિક્ષાઓની સંખ્યા બે ગણી થઇ છે. શહેરમાં હાલમાં અંદાજે 2800 રિક્ષાઓ દોડી રહી છે.

ત્યારે છેલ્લા 49 દિવસમાં સીએનજી ગેસમાં 16.32 રૂપિયા તેમજ દોઢ વર્ષ દરમ્યાન 32 રૂ. જેટલો વધારો થતાં રિક્ષા ચાલકોએ ભાડામાં બે ગણો વધારો કરતાં શહેરમાં લોકોને 1 થી 3 કી.મી ના અંતરમાં જ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે 20 થી 50 સુધીના ભાડા ચૂકવવા પડતા શહેરમાં સવારી કરવી મોંઘી પડી રહી છે. ગરમીમાં પગપાળા ચાલવું લોકો માટે મુશ્કેલ હોઇ મજબૂરી વસ્તી ઊંચા ભાડા રિક્ષાચાલકોને ચૂકવવા મજબૂર બન્યા છે.

પહેલા રોજ 250 નો ગેસ ભરાવતા તો હવે 400 નો ડ્રાઈવર
પાટણ શહેરમાં છેલ્લા 25 વર્ષથી હું રિક્ષા ચલાવું છું.બે વર્ષ પહેલાં 55 કે 60 રૂપિયા સી.એન.જી ગેસ નો ભાવ હતો ત્યારે 200 થી 250 રૂ. ના ગેસમાં દિવસભર રીક્ષા દોડતી અને 600 રૂ. કમાણી થતી.જેમાં 300 થી 400 રૂપિયા મળતાં. પરંતુ ભાવ ધીમે ધીમ વધતાં હાલમાં રોજનો 400 રૂપિયાનો ગેસ થાય છે. જેથી રિક્ષાવાળાઓએ ભાવ ડબલ કરવા પડ્યા છે. શહેરમાં અંદાજે 2800 જેટલી રીક્ષાઓ દોડે છે.

પાટણમાં બગવાડાથી વિવિધ વિસ્તારમાં જવાનું ભાડુ

વિસ્તારજૂનું ભાડુહાલનું ભાડુ
બસ સ્ટેશન1530
ટીબી ત્રણ રસ્તા1030
કનસડા દરવાજા2030
જુના ગંજ1020
સિધ્ધપુર ચોકડી2030
પદ્મનાથ ચોકડી2040
રાણકીવાવ3050
માતરવાડી3050
મીરા દરવાજા2030
અઘારા દરવાજા2030
મોતીસા દરવાજા3050
કોલેજ રોડ1020
યુનિવર્સિટી1020-30

ગામથી પાટણ આવવા ભાડું 10, અંદર જવા 30 ચુકવવા પડે છે
હિંગળાચાચર ચોકમાં દુકાન ધરાવતા વૃદ્ધ વેપારી કમલેશ પટેલે જણાવ્યું હતુ કે હું વાગડોદથી બસમાં 10 રૂપિયામાં આવું છું. બસ અંદર ન જતી હોય ટીબી ત્રણ રસ્તા ઉતરી જાઉં છુ ત્યાંથી હિંગળાચાચર ચોક આવવા માટે રિક્ષામાં બેસીએ એટલે તેનું 30 રૂપિયા ભાડું આપવું પડે છે. અપડાઉનના ભાડા કરતાં અંદર અવરજવર નો ખર્ચ વધી ગયો છે.

વર્ષમાં 7 વાર ભાવ વધારો

23 ઓગસ્ટ 20212 રૂ.
5 ઓકટોબર 20216.33 રૂ.

31 ઓકટોબર 2021

4.96 રૂ.
22 માર્ચ 20224.79 રૂ.
5 એપ્રિલ 20226.45 રૂ.
1 એપ્રિલ 20222.58 રૂ.
10 મે 20222.60 રૂ.
અન્ય સમાચારો પણ છે...