તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચાણસ્માના ભાટવાસણા-મણિયારી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષા ચાલકનું મોત

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હારિજના જસોમાવનો પરિવાર ખોખલા જતો હતો ત્યારે અકસ્માત
 • ચારને ઈજાઓ થતાં દવાખાને ખસેડાયા, અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના ભાટવાસણાથી મણીયારી વચ્ચે કોઇ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને સામેથી ટક્કર મારતાં રિક્ષા ચાલકનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જયારે રિક્ષામાં સવાર અન્ય ચાર મુસાફરોને ઇજાઓ થઇ હતી. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.

હારીજ તાલુકાના જસોમાવ ગામે રહેતા ઠાકોર વનાજી રાયમલજી રિક્ષા નંબર જીજે 01 સીવી 3051માં તેમની પત્ની હંસાબેન, દિકરીની ભાણી અનીતા, ભાભી ધર્માબેન વેરસીંહજી ઠાકોર, તેમની દિકરી હેતલબેન સાથે રવિવાર સવારે ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે પારુબેન બચુજી ઠાકોરના ખબર અંતર પુછવા જતા હતા ત્યારે રસ્તામાં ભાટવાસણાથી મણીયારી વચ્ચે કોઇ અજાણ્યા વાહન ચાલકે સામેથી ટક્કર મારતાં અકસ્માત સર્જયો હતો. જેમાં રિક્ષા ચાલક વનાજી ઠાકોરનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ .જયારે બાકીના ચાર સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અંગે મૃતકના ભાઇએ ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ આર.વી.પટેલે તપાસ હાથ ધરી હતી. એક જ પરિવારના એક સભ્યનું મોત અને અન્ય ચારને ઈજાઓ થતાં દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો