તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:પાટણ નજીક રિક્ષા ચાલક અને બે મહિલાઓએ કનેસરાના યુવાનને છરીની અણીએ લૂંટી લીધો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષા ચાલકે હાથ પકડી રાખ્યા અને સ્ત્રીએ રોકડ 18,000 , 1 મોબાઈલ લૂંટી લીધો

પાટણ નજીક સાંઇબાબ રોડ પર કનેસરા ગામના યુવાનને એક રિક્ષાચાલક અને બે સ્ત્રીઅો મળીને છરી બતાવીને રોકડ રૂ. 18000 તેમજ મોબાઇલની લુંટ ચલાવી હતી. અા અંગે પાટણ અે ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે રહેતા મહેન્દ્રભાઇ કાન્તીલાલ નાયી કમલીવાડા ગામે મહેશ હેર અાર્ટ દુકાન ચલાવે છે. તેઅો શુક્રવારે સાંજે પોણા છ વાગ્યા તેઅોની દુકાન બંધ કરીને તેમની બહેન પધ્માબેન જયંતીલાલ રહે.કુણઘેરના ઘરે જવા સારૂ નિકળ્યા હતા. તેઅો કમલીવાડા બસ સ્ટેશને ઉભા હતા તે વખતે કનેસરા સિદ્ધપુર ગામ તરફથી અેક રિક્ષા અાવી હતી. તેમાં મહેન્દ્રભાઇઅે ઉભી રખાઇ હતી. તેમાં રિક્ષાચાલક અને તેની પાછળની સીટ પર બે સ્ત્રીઅો બે બાળકો સાથે બેઠી હતી.

પાટણ નવજીવન ચોકડી પાસે ઉતરીને રૂ.10 ભાડુ અાપ્યુ હતુ ત્યારે રિક્ષા ચાલકે પુછ્યુ ક્યા જઉ છે તમારે, કુણઘેર તે કહ્યુ હતું. તેને રૂ. 100 ભાડુ નકકી કહ્યુ હતુ. તેને કહ્યુ મારે અમુલ ડેરીથી મીઠાઇ લેવી છે તેને રિક્ષા બજાર વચ્ચે થઇને લીધી હતી. તેઅો સાંઇ બાબા રોડ ઉપર રાત્રીના 7:21 કલાકના અરસામાં પાટણ અેમ.અાર. કંપની નજીક રોડ સાઇડમાં રિક્ષા ઉભી કરી દિધી હતી. તે વખતે પાછળ બેઠેલી સ્ત્રી નીચે ઉતરીને છરી બતાવી ત્યારે મહેન્દ્રભાઇ દોડવા જતા રિક્ષા ચાલકે પકડી બન્ને હાથ પકડી રાખ્યા હતા. સ્ત્રીઅે તેમના ખિસ્સામાંથી રૂ. 3000, પેન્ટના ચોર ખિસ્સામાંથી રૂ.15000 તેમજ બુશર્ટના ખીસ્સામાંથી મોબાઇલની લૂંટ ચલાવી હતા. તેઅોની મારના બીકે મહેન્દ્રભાઇ દોડીને નજીકના ખેતરમાં સંતાઇ ગયા હતા. અા ત્રણ શખ્સો રિક્ષા લઇને ખારીવાવડી તરફ નાશી છૂટ્યા હતા. બાદમાં મહિન્દ્રભાઇ ખેતરમાંથી બહાર નિકળી ઇકકો ગાડી મારફતે કુણઘેર પહોચ્યા હતા. જે બાદ મહેન્દ્રભાઈએ રિક્ષામાં આવીને લૂંટ ચલાવનાર બે મહિલા અને એક પુરૂષ સામે ગુનો નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો