ચાણસ્મા તાલુકાના પલાસર નજીક રિક્ષા બાઇક અથડાતાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી તેને લઇને ધોકા લાકડી પાઇપ વડે સામસામે મારા મારી થઇ હતી. આ અંગે ઇજાગ્રસ્તે ચાણસ્મા પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ચાણસ્માના લણવા ગામે રહેતા વિજયસિંહ દલપુજી રાજપુત અને મયુરસિંહ કનુજી રાજપુત તેઓ બાઇક લઇ જતા હતા તે વખતે સોમવારે બપોરે રિક્ષા ચાલક પુરઝડપે અને ગફલતભારી હંકારી બાઇક અથડાયા હતા. જે બાબતે ઠપકો આપવા જતાં ત્રણ શખ્સો ઉશ્કેરાઇ ધોકા વડે આડેધડ માર મારવા લાગ્યા હતા આ અંગે ઇજાગ્રસ્તે ચાણસ્મા પોલીસ મથકે રાવળ અલ્પેશભાઇ આત્મારામભાઇ, રાવળ ગીરીશભાઇ આત્મારામભાઇ રહે.ધિણોજ અને ભરતભાઇ રહે.ધીણોજ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ચાણસ્મા તાલુકાના પલાસર ગામે રહેતા અલ્પેશકુમાર આત્મારામભાઇ રાવળની રિક્ષા રવિવાર બપોરે પલાસર નજીક બાઇકને અડી ગઇ હતી તે બાબતે બોલાચાલી દરમ્યાન ધોકા પાઇપ વડે આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડી હોવાની ચાણસ્મા પોલીસ મથકે રાજપુત વિજયસિંહ દલપુજી અને રાજપુત મયુરસિંહ કનુજી રહે.લણવા સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.