પાટણની ઐતિહાસિક 132 વર્ષથી કાર્યરત શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરીના આસ્થા હોલમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારઘીના સૌજન્યથી ચાલતા 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત ડો. અમોલ શાહ દ્વારા લખાયેલ પુસ્તક વિચારોના ચમકારાની સમીક્ષા એડવોકેટ મહેન્દ્રભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી. તેઓએ લેખક દ્વારા લખાયેલ વિવિધ વિષયો ઉપર સચોટ કટાક્ષ, અંધવિશ્વાસ, રુઢિચુસ્ત માન્યતાઓ કેવી રીતે દૂર કરી શકાય તે ઉપર પ્રકાશ પાડયો હતો.
લેખકે ખાસ પર્યાવરણ આત્માનાં આટાપાટા, કર્મનો સિદ્ધાંત, મગજની બત્તી કયારે ખુલશ, પરમતત્વ, માફી માંગવી, દેહદાન, પબ્લીક નોટીસ, શિક્ષણ પરિવર્તન, કોમી દાવાનળ તેમજ સાત પગલા સ્વર્ગના વગેરે જેવા વિષયો ઉપર સામાજીક-રાજકીય પરિબળો કેવી રીતે અસર કરે છે તે સમજાવ્યું હતું.
સ્વાગત પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડીયા, રાજેશભાઇ પરીખ, સુનીલભાઇ પાગેદાર, સુરેશભાઇ દેશમુખ, કેશવલાલ ઠકકર, જયેશભાઇ વ્યાસ, ઘનશ્યામભાઈ, મનુભાઇ શ્રીમાળી, મનુભાઇ ખત્રી, દિલીપભાઈ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.