પાટણ માખણીયા ખાતે નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગંદા પાણીના નિકાલ માટેના તળાવો (ઓક્સિડેશન પોન્ડ )માંથી કાદવ કાઢી તથા એસ .ટી.પી પ્લાન્ટ માંથી નિકળનાર સ્લજ લઈ જવા માટે ની 3 વર્ષ માટે કામગીરીની જાહેર હરાજી શુક્રવારના રોજ પાટણ નગર પાલિકા ખાતે પ્રમુખ સ્મિતાબેન પટેલ ની અધ્યક્ષતા માં હરાજી યોજાઈ હતી .આ હરાજીમાં કુલ 7 જેટલા લોકોએ ભાગ લીધો હતો .જેમાં હરાજી ની અપસેટ કિમંત રૂ 2 લાખની નક્કી કરવામાં આવી હતી જે હરાજી નાં અંતે સૌથી ઉંચો ભાવ પટેલ દેવેસ જેઠાભાઇ પટેલે રૂ . 2,21 લાખ બોલતા તેમને આ કામ પાલિકા દ્વારા સોંપવામાં આવ્યું હતું .
આ હરાજી માં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,ચીફ ઓફિસર સંદીપ પટેલ , ભૂગર્ભ ગટર ચેરમેન જયેશભાઈ પટેલ, એન્જિનિયર કિર્તીભાઇ પટેલ સહિત પાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ હરાજીમાં પાલિકા ની શરત મુજબ 6 ફુટ સુધી જ તળાવ ઊંડુ કરવાનું રહેશે અને આ તળાવ ઉંડુ થવાથી પાણી નો સંગ્રહ વધુ થશે અને ઓવરફ્લો થવા ની સમસ્યા ઘટશે તેમ ભૂગર્ભ શાખા ના એન્જિનિયર કીર્તિભાઈ પટેલે જણાવ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.