સ્નેહમિલન સમારોહ:પાટણમાં સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનો સ્નેહમિલન સમારંભ યોજાયો

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરાયા

પાટણ ખાતે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિનો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો. 10માં પ્રથમ આવનાર ઓઝા રિદ્ધિ હેમંત કુમાર તથા ધો. 12માં પ્રથમ આવનાર ત્રિવેદી ભાર્ગવ હરવદન ભાઈને સ્વામી સચિદ્દાનંદજી તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા.

આ સિવાય બાકીના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ તરીકે દવે કનુ નટવરલાલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તો જ્ઞાતિના પ્રમુખ શક્તિ ત્રિવેદી દ્વારા સર્વે મહેમાનોનું સન્માન અને સ્વાગત-પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જ્ઞાતિના મહિલા મંડળ દ્વારા સુંદર નૃત્ય અને ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાડીના મંત્રી દુષ્યંત ત્રિવેદી તેમજ અશોક ત્રિવેદી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય જ્ઞાતિના મંત્રી ચંદ્રવદન ત્રિવેદી દ્વારા જ્ઞાતિજનોનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...