હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.માં:નિવૃત થઈ રહેલા કુલપતિ ડો. જે. જે .વોરાનો વિદાય અને ઇ .કુલપતિ ડો રોહિત દેસાઈનો સન્માન સમારોહ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કુલપતિ તરીકે ડો. રોહિત દેસાઈએ ચાર્જ સંભાળી લીધો છે .ત્યારે આજે યુનિવર્સિટી પરિવાર દ્વારા નિવૃત થયેલા કુલપતિ ડો. જે .જે .વોરા નો વિદાય અને ઇ.કુલપતિ ડો.રોહિત દેસાઈ નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કુલપતિ કરેલ કાર્યોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી પરિવાર દ્વારા કુલપતિનો વિદાય સમારંભ અને ઇ .કુલપતિનો સન્માન સમારોહ યોજાયો હતો .જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નિવૃત્ત થયેલા કુલપતિ ડો. જે. જે .વોરાએ છેલ્લા ત્રણ વર્ષમાં યુનિ અને વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણમાં કાર્ય માટે કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા બુકે ,મોમેન્ટો અને શ્રીફળ અને સાકર આપીને કુલપતિ નું સન્માન કરવામાં આવ્યું હતું .

તો ઇ.કુલપતિ ડો .રોહિત દેસાઈને જે નવી જબદારી મળી છે . તે સારી રીતે પાર પાડે અને યુનિ અને વિદ્યાર્થીઓ નો વિકાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી . આ પ્રસંગે તેજાબી વક્તા અને પ.પૂ.સંત નિજાનંદ સ્વામી મહારાજ એ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ વહીવટીય કેન્દ્ર નથી પરંતુ તે અધ્યયનનું કેન્દ્ર છે .જે રાષ્ટ્રમાં કે જે સમાજ માં જે સમય કાળમાં વિશ્વવિદ્યાલય અધ્યયનનું કેન્દ્ર મટીને વહીવટીય કે રાજકીય અખાડા નું કેન્દ્ર બની જાય તો સમજવાનું કે તે સમય લોઢાનો કાળ છે .જ્યાં અધ્યાપકો સામે હાથ પછાડવામાં આવે કે તેમની સામે તોછડાય ભર્યું વર્તન કરવામાં આવે અને મહામૂર્ખ રાજ્ય સત્તાધીશો સામે મુજરા ભરવામાં આવે ત્યારે સમજી લેવાનું કે આ લોઢાનો કાળ ચાલી રહ્યો છે સુવર્ણકાળ નથી ચાલી રહ્યો .

આ પ્રસંગે યુનિવર્સિટીના નવનિયુક્ત ઇન્ચાર્જ કુલપતિ ડો. રોહિત દેસાઈ ,કારોબારી સભ્ય દિલીપભાઈ ચૌધરી ,શૈલેષભાઈ પટેલ સી એમ ઠક્કર ,મુકુંદ જી મહારાજ વિગેરે મહાનુભાવો યુનિવર્સિટીના વિવિધ શાખા ના અધિકારી ,કર્મચારીઓ ,વિભાગના વડાઓ , અધ્યાપકો કોલેજોના પ્રિન્સિપાલો , પ્રોફેસરો , સામાજિક અગ્રણીઓ અને શિક્ષણવિદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...