ભવ્ય સન્માન:ચાણસ્મા તાલુકાના સુણસર ગામે ઝાલા રાજપૂત પરિવાર દ્વારા નિવૃત આર્મી જવાનનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરાયું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષની નોકરી પૂર્ણ કરી જવાન ગામમાં પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

પાટણના સુણસર ગામમાં એક આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. આર્મી જવાન 17 વર્ષ ની નોકરી આજે વતન સુણસર આવતા DJ અને બાઈક રેલી કરી અને ધિણોજ લેવા માટે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આર્મી મેનનું સ્વાગત કરવા માટે ધિણોજ. દાણોદરડા. સુણસર અને મેરવાડા અને રામપુરા તાકોડી અને ડેર ના યુવાનો બાઈક લઇ અને ધિણોજ મુકામે પહોંચ્યા હતા .અને ત્યાંથી Dj ના તાલે દેશ ભક્તિ ગીતો ગાતા ગાતા વાજતે ગાજતે સુણસર ગામે આવ્યા હતા.

500 થી વધારે બાઈક રેલીમાં જોડાયા હતા અને ગાડીઓની લાઈનો લાગી હતી અને જયારે સુણસર આવ્યા ત્યારે આખું સુણસર ગામ સામૈયું કરી અને શક્તિ માતાજીના દર્શન કર્યો હતા. જયારે આ આર્મી જવાન ઝાલા ભરતસિંહ પ્રતાપસિંહ એ ત્રણ ભાઈ ઓ છે. અને ત્રણે ત્રણ જે રક્ષા દળ મોં નોકરી ફરજ બજાવે છે જેમાં ઝાલા ભરતસિંહ પ્રતાપસિંહ ( Ex. Army) , ઝાલા દશરથસિંહ પ્રતાપસિંહ ( SRP) અને ઝાલા મુકેશસિંહ પ્રતાપસિંહ ( POLICE) એમ ત્રણ ભાઈ ઓ જે સરકારી નોકરી કરી અને ગામ નું સમાજ નું અને કુટુંબ નું ના રોશન કર્યું છે.

આ કાર્યકમમાં ઉપસ્થિત દરબાર નાગજીભાઈ મધારસિંહ ( ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ) ઝાલા બેચરસિંહ સુજાજી ઝાલા સરતાનસિંહ હાથીજી ઝાલા હરિસિંહ ગમાનસિંહ ઝાલા મનુભા ચંપકસિંહ ઝાલા ભગવતસિંહ અતેસિંહ ( એડવોકેટ ) ઝાલા ઈશ્વરસિંહ સુજાજી ઝાલા દલપતસિંહ સરદારસિંહ અને ઝાલા નવુભા વિહુભા ઝાલા અતુલસીંહ વિનયસિંહ અને ઝાલા શક્તિસિંહ ભાવુભા અને સુણસર યુવા બ્રિગેડ ટિમ અને સુણસર આર્મી ગ્રુપ અને રામપુરા યુવા બ્રિગેડ ટીમ પણ મોટી સંખ્યા મોં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...