તંત્રની બેદરકારી:પાટણ કોલેજ રોડ અંડરબ્રિજની અંદર કરાયેલી રિસર્ફેસિંગની કોંક્રિટ બે દિવસમાં જ ઉખડી ગઈ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને આ કપચીઓ ઉપરથી ચાલવું પડશે! - Divya Bhaskar
વિદ્યાર્થીઓને આ કપચીઓ ઉપરથી ચાલવું પડશે!
  • તંત્ર દ્વારા ઉતાવળે વેઠ ઉતારીને કરાયેલા કામથી શહેરીજનોમાં નારાજગી
  • નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત કરાઈ

પાટણ કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રિજમાં ફૂટપાથની રિસરફેસિંગ કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા બે દિવસમાં જ કપચી અને સિમેન્ટ અલગ પડી ઉખડી જતા ગુણવત્તાહીન કામગીરી કરી નાણાંનો દુર્વ્ય બદલ કાર્યવાહી સાથે ફૂટપાથનું યોગ્ય રિસફરિંગ કરવામાં આવે અને તેવી કોલેજ કેમ્પસના નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

શહેરના સ્થાપના રોડ-રસ્તાઓ રિસફરિંગ કરવાની તંત્રના સયુંકત ઉપક્રમે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાટણ કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રિજમાં ફૂટપાથનું કરેલ રિસફરિંગ કામગીરી ગુણવત્તા વગરની કરવામાં આવી હોય બે દિવસમાં જ કપચી અને સિમેન્ટ અલગ પડી ઉખડી જતા રસ્તાઓ પર પથરાઈ રહી છે.

વાહનો પસાર થતા ઉડી ફૂટપાથ પર ચાલતા વિદ્યાર્થીઓ સહિત લોકોને વાગી રહી છે. તો વાહન ચાલકોને ઉખેડલ કપચીઓમાંથી પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓને અંદરથી પસાર થવું પડી રહ્યું હોય સત્વરે વિદ્યાર્થીની સુવિધા અને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને લઇ સત્વરે ગુણવત્તા હીન કામગીરી કરેલ હોય સ્થળ તપાસ કરી કરેલ નાણાંનો દુર્વ્યય મામલે કાર્યવાહી કરી યોગ્ય ફૂટપાથ બનાવવામાં આવે તેવી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...