સુવિધા:22 વર્ષથી દોડતી અને 2 વર્ષથી બંધ પાટણથી નાસિક બસ ફરી શરૂ કરો

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાત માટે આ બસ ખૂબ જ ઉપયોગી બની રહે છે
  • પાટણ જિલ્લાના મુસાફરો માટે શરૂ કરાયેલ એકમાત્ર નાસિક બસ બે વર્ષથી કોરોનાના લીધે બંધ હોય મુસાફરો માટે ફરી શરૂ કરવા માંગ

ઉત્તર ગુજરાતના મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પાટણ-નાસિક બસ કોરોના મહામારીમાં બંધ થયા બાદ આજ સુધી ફરી શરૂ કરવામાં ન આવતા ફરી શરૂ કરવા માટે ડેપો વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ એસટી વિભાગ દ્વારા બે વર્ષથી પાટણ નાસિક રૂટની બસ સેવા બંધ કરવામાં આવતા ઉતર ગુજરાતના નાશિક, સાપુતારા, સુરત, વડોદરા, પાટણ અને આજુબાજુના ગામો, શહેરોમાં વસતા મુસાફરોને સાપુતારા અને નાશિક જેવા પર્યટન સ્થળોએ ફરવા જવા તેમજ ઉતર ગુજરાતના નાશિક શહેરમાં વર્ષોથી સ્થાયી થયેલ પ્રજાજનોને હાલાકી ભોગવી પડી રહી છે.

એસટીને આવક પણ થઈ રહી હોવા છતાં બંધ કરવામાં આવ્યા બાદ ફરી બસ સેવા શરૂ કરવામાં ન આવી હોય સત્વરે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઇ ડેપો વિભાગ દ્વારા રાબેતા મુજબ બસ સેવા શરૂ કરવામાં આવે તેવી પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા એસટીનાં અધિકારીઓને રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...