સન્માન:ડોર ટુ ડોર સફાઇ કરનારા પાલિકા કર્મીઓનુ સન્માન

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબ પાટણ દ્વારા સન્માન કરાયું

ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ દ્વારા નગરપાલિકાના ડોર ટુ ડોર સફાઇ કર્મચારીઓ પૈકી તમામ વોર્ડના વાહનના ડ્રાઇવર અને કર્મચારીઓને શાલ ઓઢાડી તથા સન્માન પત્રથી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે.સી પટેલ દ્વારા રોટરીના આ પ્રયાસની સરાહના કરતાં જણાવ્યું કે નગરપાલિકાના સુચારુ વહીવટ અને રોટરી જેવી સંસ્થાઓના સહકારથી પાટણને હજુ વધારે રમણીય બનાવી સકીશુ. આ પ્રસંગે ડો. ભુતડીયા, ધનરાજભાઇ ઠક્કર, રોટરી પ્રમુખ રાજેશ મોદી, સેક્રેટરી શેલેષ સોની, કલબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ, આસી ગવર્નર હરેશ પટેલ, રો જયરામ પટેલ, રો અશ્વિન ભાઇ જોષી, ડો દિક્ષિત, સહીત રોટરી ક્લબ પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...