પાટણ નગરપાલિકા ખાતે શહેરના મ્યુનિસિપલ સેન્સસ મુજબ વોર્ડ ૧ થી ૫ના મિલકત ધારકો માટે ચાલુ વર્ષના વેરા અંગેની વાઘા રજૂઆતોની સુનાવણી બુધવારે રાખવામાં આવી હતી જેમાં ૨૫૩ મિલકત ધારકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. કેટલાક કિસ્સામાં પાલિકા કર્મચારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે તેમ કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું.
નગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વાધા અરજીની સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં નગરપાલિકાને મળેલ ૬૨૫ પૈકી ૨૫૩ અરજીનો નિકાલ કરાયો હતો. અરજદાર મિલકત ધારકોએ રૂબરૂ સાંભળીને ભાડુઆતના પ્રશ્ન ,આકારણી ખોટી થઈ હોય, માપમાં વધઘટ હોય, મિલકત નું એકત્રિકરણ જેવા કારણોસર રજૂઆતો મળી હતી.
વોર્ડ નંબર ૧ માં ૭૧ ,વોર્ડ નંબર ૨ માં ૪૭, વોર્ડ નંબર ૩ માં ૬૩, વોર્ડ નંબર ૪ માં ૪૭ અને વોર્ડ નંબર ૫ માં ૨૫ વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો .પાલિકા દ્વારા ૮ જૂને વોર્ડ નંબર ૬ થી ૧૦ અને ૯ જૂને વોર્ડ નંબર ૧૧ થી ૧૫ ની અરજીઓની સુનાવણી કરવામાં આવશે. આ પ્રસંગે વેરા શાખા સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, સભ્ય હીનાબેન શાહ, અલકાબેન મોદી, મનોજ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.