• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Residents Of Patan's Mira Park Society Protested Against Not Getting Basic Facilities By Putting Up Banners Saying 'Candidates Of Political Parties Will Not Be Allowed To Enter'.

ચૂંટણી બહિષ્કારની ચીમકી:પાટણની મીરા પાર્ક સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓ નહી મળતા 'રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રવેશવું નહી'ના બેનર લગાવી વિરોધ કર્યો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાના સતાધીશો નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જોવા મળી રહ્યુ છે. પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલી મીરા પાર્ક સોસાયટીના રહીશોએ પ્રાથમિક જરૂરિયાતો નહીં સંતોષાતા આગામી વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરતા હોવાના બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પ્રાથમિક સુવિધાઓનો અભાવ
મીરા પાર્ક સોસાયટીના રહીશોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ રહી છે.
મતદાનથી અળગા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો
નગરપાલિકાના સત્તાધીશોને તેમજ આ વિસ્તારના કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ વિસ્તારના રહીશોની સમસ્યાનો આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા સોસાયટીના તમામ રહીશોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશ નહીં કરવા બેનરો લગાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતું. પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલી મીરા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારના લગાવેલા બેનરોને લઈને વિસ્તારનું રાજકારણ ગરમાયું હતું.

અન્ય સમાચારો પણ છે...