પ્રકાશના પર્વની ઉજવણી:પાટણ જિલ્લાવાસીઓએ ઘરે-ઘરે દીવડાં પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી દિવાળી ઊજવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે ઉમંગ સાથે નવા વર્ષનાં વધામણાં,તંદુરસ્તી મુબારક પાઠવશે

પાટણ જિલ્લામાં વિક્રમ સંવત 2078ની વિદાય વેળાએ સોમવારે દીપાવલી પર્વની હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. જિલ્લા વાસીઓએ ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઝગમગતી રોશની કરી ઉજાસ પાથર્યો હતો. વેપારીઓએ શુભમુહૂર્તમાં શારદાપૂજન, ચોપડા પૂજન કર્યું હતું. બુધવારે પાટણ શહેરના કાલિકા માતાજી મંદિર પરિસર માં મેળા સાથે વિક્રમ સંવત 2079નો પ્રારંભ થશે.તો મંગળવારે સૂર્યગ્રહણ નિમિતે મંદિરો બંધ રહશે.

બુધવારે વિક્રમ સંવત 2079ના નવા વર્ષના વધામણા સાથે પાટણ જિલ્લાના ધાર્મિક સ્થળોએ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામશે, શહેરમાં દિવાળીના અવસરે માર્કેટયાર્ડ, જીઆઇડીસીમાં દિવસ દરમિયાન શુભ મુહૂર્તમાં વેપારીઓએ રોજમેળ, ચોપડા, નામાવલીનું પૂજન કરી માતા સરસ્વતી, લક્ષ્મી માતાની પૂજા કરી નવું વર્ષ મંગલમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. પેઢીઓ, દુકાને હારતોરા કરી ચોપડા પૂજન,કોમ્પ્યુટર, લેપટોપને ચાંલ્લા કરી પૂજન અર્ચન કર્યા હતો.

વેપારીઓ લાભપાંચમના દિવસે શુભ મુહૂર્તમાં દુકાનો ખોલશે. પાટણ જિલ્લા વાસીઓ નવા વસ્ત્રો ધારણ કરી મોં મીઠા કરી વધાવવાની પરંપરા મુજબ જિંદગીના સારા નરસા સંજોગોને ભૂલીને તમામ વર્ગના લોકો દ્વારા દિપોત્સવની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...