પાટણ શહેરમાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે રંગોત્સવ ઉજવવામાં આવતો હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહેતી હોઈ નગરપાલિકા દ્વારા બુધવારે ધુળેટીના દિવસે 10 મિનિટ વધારે પાણી આપવામાં આવશે તેમ વોટર વર્કસ સમિતિના ચેરમેન દીક્ષિત પટેલે જણાવ્યું હતું.
શહેરમાં નગરપાલિકા દ્વારા સવાર અને સાંજ અડધો કલાક પાણી પુરવઠો આપવામાં આવે છે ધુળેટીના તહેવારના નિમિત્તે લોકોને જરૂરિયાત રહેતી હોવાથી બંને ટાઈમ 10 10 મિનિટ વધારે પાણી આપવામાં આવશે. વ્યક્તિદીઠ લગભગ 50 લિટર પાણી વધારાનું આપવામાં આવશે .એટલે શહેરની અંદાજે દોઢ લાખની જનસંખ્યા માટે 75 લાખ લિટર પાણી વધારે ખર્ચ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નગરપાલિકા દ્વારા એક ટાઈમ પાણી આપવા વોટર વર્કસ શાખા ની બેઠકમાં નિર્ણય કરાયો હતો જે સામાન્ય સભામાં મંજુર થયેથી અમલમાં મુકાશે .જોકે આ દરમિયાન દર વર્ષની જેમ ધૂળેટીના દિવસે વધારાનું પાણી આપવામાં આવશે તેમ શાખાના ભરતભાઈ મોદીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.