તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાટણની પાર્થ એક્સોટિક સોસાયટીના રહીશો છ માસથી પાણીનું ટેન્કર મંગાવવા મજબુર

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાત વાર પાલિકામાં રજૂઆત કરાઈ, પાણી નહી મળે તો ધરણાંની ચીમકી

પાટણની પાર્થ એકઝોટિકા સોસાયટીમાં છેલ્લા છ માસથી રહીશોને પીવાનું પુરતું પાણી ન મળતા પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સત્વરે સમસ્યા હલ થાય માટે રહીશએ પાલિકા પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી. પાટણ સાંઈબાબા મંદિર રોડ પર આવેલ પાર્થ સોસાયટીમાં 18 પરિવારો રહે છે. છેલ્લા છ માસથી પીવાનું પાણી ધીમી ગતિએ આવતા પાણી મેળવવા માટે પ્રાઇવેટ બે ટેન્કરો રોજ મંગાવી પાણી મળેવી રહ્યા છે.

ત્યારે એક વર્ષમાં છ વાર પાલિકામાં રહીશો દ્વારા સમસ્યા હલ કરવા રજુઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ ન આવતા ગુરુવારે સાતમી વાર પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ અને અધિકારીઓને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. સત્વરે સોસાયટીની પાણીની સમસ્યા હલ નહીં થાય તો રહીશોએ કેમ્પસમાં આવી ધરણા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

મહિને 15 હજારનું પાણી થાય છે. સ્થાનિક
રહીશોએ જણાવ્યું કે સોસાયટીમાં પાણી પૂરતું ન આવતા અમે જો પાલિકાનું ટેન્કર મંગાવીએ તો 7 થી 8 હજાર રૂપિયા થાય છે. પરંતુ સમયસર ન આવતા અમે ખાનગી 300 રૂપિયા ખર્ચી ટેન્કરો મંગાવી રહ્યા છીએ. મહિને અમારે બધા ઘરોને મળી 15 થી16 હજાર રૂપિયા પાણી માટે ખર્ચવા પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...