નવરાત્રિ મહોત્સવ:પાટણની ઈન્દ્રલોક સોસાયટીના રહીશોએ કોવિડની ગાઈડ લાઈનના પાલન સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌ કોઈએ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજી-ધજીને જગત જનની જગદંબાની આરાધના કરી ભક્તિમય માહોલ વચ્ચે નવરાત્રિની કરવામાં આવી રહી છે ઉજવણી

શક્તિની ભક્તિ અને આરાધનાનું પવિત્ર પર્વ એટલે નવરાત્રિ જેની પાટણના નગરજનો દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેરની ઈન્દ્રલોક સોસાયટી ખાતે પણ સરકારની કોવિડ ગાઈડલાઈન મુજબ રહીશો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સોસાયટીના અબાલ-વૃદ્ધ સૌ કોઇ મા અંબાના ચાચર ચોકમાં માની આરતી ઉતારી રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિ પર્વને યાદગાર બનાવી રહ્યા છે.

ગતરોજ મંગળવારના રોજ સોસાયટીના અબાલ વૃદ્ધ સૌ કોઈએ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજી-ધજીને જગત જનની જગદંબાની આરાધના કરી મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...