મુશ્કેલી:પાટણના પદ્મનાભ વિસ્તારમાં આડેધડ વીજ કાપથી રહીશોમાં રોષ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે થતા ફોલ્ટને લઈ કલાકો લાઇટો ગુલ થતાં રહીશો,વેપારીઓને મુશ્કેલી

પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કચેરી પાટણ દ્વારા કોઈ પણ જાણ વગર આડેધડ સવારથી બપોર સુધી વીજ કાપ મુકાતા લોકો ગરમીમાં શેકાઇ રહ્યા હોય ઉપરાંત વીજળી કાપને લઇ કામો અટવાતા રહીશો દ્વારા વીજ કાપ મુકતા પહેલા જાણ કરવા અથવા આડેધડ વીજકાપ ના મુકવા અધિકારીઓને મૌખિક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના પદ્મનાભ ફિડર હેઠળ આવતા વિસ્તારમાં વીજ કચેરી દ્વારા ગુરુવારે રહીશોને કોઈપણ જાણ કર્યા વગર વહેલી સવારે 8 વાગ્યાંથી બપોર સુધી વીજકાપ કરાયો હતો.

બપોરે 3 વાગે લાઈટ ચાલુ કરાતાં લોકો ગરમીમાં શેકાયા હતા. ઉપરાંત આસપાસના વિસ્તારમાં ધંધા-રોજગાર કરતા લોકો લાઇટના અભાવે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તો અનેક લોકોના લાઈટના કારણે કામો અટવાયા હતા. પદ્મનાભ ફિડર ઉપર નવા કનેક્શનનું ભારણ વધતુ હોય કોઈ પણ વિભાગમા| નાના-મોટા ફોલ્ટ , લાઈન ફોલ્ટ, સમયે સમગ્ર વિસ્તારની 25થી 30 હજારની વસ્તી પરેશાન થાય છે.

સ્થાનિક રહીશ જ્યોતિન્દ્રભાઈએ જણાવ્યું કે વીજ પ્રશ્નનુ નિરાકરણ લાવવા માટેUGVCLના અધિકારીઓ સમસ્ત રહીશો દ્વારા વીજકાપ આડેધડ ના મુકવા તેમજ યોગ્ય રીતે વીજળી મળી રહે અને છાશવારે થતા લાઈટો જવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ છે. ટેલિફોનિક રહીશોએ અનેક વાર રજૂઆત કરવા છતાં કાયમી નિરાકરણ આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...