તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાટણ રામનગર ચામુંડાનગરમાં ભોગવટાની જગ્યા ઉપર ગેરકાયદેસરનાં બાંધકામને દુર કરવા રહિશોની માંગ ઉઠી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ રસ્તા માર્ગ ઉપર દિવાલ સહિત પતરાના સેડ ઉભા કરવાની કામગીરી થી રહિશો ની મુશ્કેલી વધી
  • પાલિકાનાં ચિફ ઓફીસર દ્વારા તાત્કાલિક ધોરણે આ દબાણો દૂર કરી રોડ રસ્તા પહોળા કરવા રજૂઆત કરાઈ

પાટણ નગરપાલિકાના ઓજી વિસ્તારમાં સમાવિષ્ટ રામનગરનાં ચામુંડાનગર વિસ્તારમાં ભોગવટાવાળી જગ્યામાં ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણોને તાત્કાલિક ધોરણે દુર કરી આ વિસ્તારના તમામ રસ્તાઓને પહોળા કરવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.

આ બાબતે ચામુંડા નગરનાં લોકોએ જણાવ્યું હતું કે પાટણ ચાણસ્મા હાઇવે સ્થિત રામનગરનાં ચામુંડા વિસ્તારમાં વર્ષ 2010 માં સરકારની યોજના અંતર્ગત ગરીબોને મકાન બનાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા 18 ફૂટનો રોડ મંજુર કરવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોને પોતાના રહેણાંક વિસ્તારની પાછળની જગ્યા કોઈ પણ પ્રકારના બાંધકામ નહીં કરવાની શરતે ફક્ત ભોગવટા માટે આપવામાં આવી હતી.

આ વિસ્તારના કેટલાક રહીશો દ્વારા ભોગવટાવાળી ખુલ્લી જગ્યામાં પણ તંત્રનાં નિયમ વિરુદ્ધ અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ઓટલા અને પગથીયાના બાંધકામ કરી દબાણ કરવામાં આવતા વિસ્તારના કેટલાક રહીશોમાં અંદરો અંદર વિખવાદ અને નારાજગી ઉભી થવા પામી છે. આ વિસ્તારનાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા આ મામલે નગરપાલિકાના ચીફઓફીસરને લેખીતમાં રજુઆત કરવામાં આવતા અરજદાર મંગુબેન ઠાકોરની અરજીના અનુસંધાને આ તમામ ગેરકાયદેસર દબાણોને દુર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે . ચામુંડાનગર વિસ્તારમાં આંતરીક જાહેર રાહદારી રસ્તા ઉપર કોઇપણ પરવાનગી વગર દિવાલ ઉભી કરવાની અને પતરાના શેડ લગાવવાની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે જેને નગરપાલિકા દ્વારા સત્વરે અટકાવી આ વિસ્તાર નાં ગેર કાયદેસર નાં દબાણો દુર કરી રોડ રસ્તા પહોળા કરવા કરવામાં આવે તેવી માંગ રહિશો માં પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...