સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં યુજીવીસીએલની બેદરકારી સામે આવવા પામી છે. સાંતલપુર તાલુકાના ગરામડીમાં લાઈટના ધાંધિયા રહેતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે. લાઈટના ધાંધિયા હોવા છતાં જવાબદાર સ્થાનિક નિયુકત કરેલ અધિકારીઓ ધ્યાન આપતા નહિ હોવાની અને કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાની રાવ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. લાઈટના અભાવને કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે હેલ્પરો દ્વારા લાઈટની કામગીરી સમયસર કરવામાં નહિ આવતા ગ્રામજનોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિકો દ્વારા લાઈટની યોગ્ય કામગીરી કરી ગરામડી ગામમાં પુરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
હાલમાં ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારથી અત્યારથી જ લાઈટના ધાંધિયા શરૂ થતા ગ્રામજનોમાં રોષ છે ત્યારે હજુ ઉનાળાનો સમય બાકી છે ત્યારે કેવી પરિસ્થિતિ થશે તે બાબતે પણ ગ્રામજનો ચિતામાં મુકાયા છે હાલમાં યોગ્ય કામગીરી કરી વીજ પુરવઠો પુરતો પૂરો પાડવામાં આવે તેવી માંગ ઊઠવા પામી હતી.
ગરામડીના સ્થાનિક વિક્રમસંહે જણાવ્યુ હતું કે હેલ્પરો અપડાઉન કરે છે સાંજે તેઓ જતા રહે છે. જ્યારે ફોન કરીએ ત્યારે ફોન બંધ જ હોય છે. ગત દિવસે ગરામડી, પિપરાળા, રોઝુ રાત્રીની લાઈટ ગઈ હતી બીજા દિવસે નવ કલાક સુધી લાઈટ શરૂ થઈ નહોતી. ફોન પણ હેલ્પરોના બંધ હોય છે. માત્ર એક જ હેલ્પર જ રાત્રે હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.