તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાટણ વોર્ડ નં-6:ટ્રાફીક, રખડતા ઢોર અને ઉભરાતી ગટરોથી રહિશો પરેશાન છતાં કામગીરી કરાતી નથી

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુભાષ ચોક એટલે લીકેજ ચોક - Divya Bhaskar
સુભાષ ચોક એટલે લીકેજ ચોક
 • વરસાદી પાણીના નિકાલ માટે 10 વર્ષથી રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

નગરપાલિકાનો વોર્ડ નંબર 6 એ શહેરના ધમધમતા રહેણાંક તેમજ બજાર સહિતના જાહેરમાર્ગોને આવરી લેતો વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે ટ્રાફિક, રખડતા પશુઓ તેમજ વરસાદી, ભૂગર્ભ ગટર ઉભરાઈને પાણી બહાર માર્ગો પર ભરાઈ રહેવા જેવી સમસ્યાઓ રોજબરોજ સર્જાઇ રહી છે. જેમાં તાજેતરમાં જ કર્મભૂમિ સોસાયટી વિસ્તારના લોકોએ ગંદા પાણીના ભરાઈ રહેવાના ત્રાસથી ચૂંટણી બહિષ્કારના એલાન કર્યા છે. પાછલા 10 વર્ષની રજૂઆતો અને બૂમરાડો પછી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે. પરંતુ ભૂગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી તેમ સતિષ સ્વામીએ જણાવ્યું હતું.

કર્મભૂમિ સોસાયટી અને તેની પાસે ઉત્સવનગર સહિતના સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર દરવાજા પર લગાવી દેવાયા છે. હજુપણ ઉતર્યાં નથી.
કર્મભૂમિ સોસાયટી અને તેની પાસે ઉત્સવનગર સહિતના સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર દરવાજા પર લગાવી દેવાયા છે. હજુપણ ઉતર્યાં નથી.

કર્મભૂમિ નજીક દુકાન ચલાવતા વેપારી જીતુભાઈ મોદીના જણાવ્યા મુજબ જલારામ મંદિરથી લીલીવાડી સુધી રસ્તો પણ સારો નથી. એકાદ વખત રસ્તામાં ડામર કામ કરાયું હતું. પરંતુ તૂટી જતાં કે પછી પાઇપલાઇન નાંખવા માટે તોડવામાં આવતા ઉબડખાબડ બની રહે છે. ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. કેટલીક જગ્યાએ રોડ પર ડામરના થીગડા મારવામાં આવ્યા છે. પરંતુ સારો ટકાઉ અને સમતળ ડામર રોડ અમને હજુ નસીબ થયો નથી તેવું સોસાયટીના મહિલાએ જણાવ્યું હતું.

શહેરના હાર્દ સમા સુભાષ ચોકમાં શુક્રવારે પણ રોડ ઉપર પાણી લીકેજ થયેલું હતું. આ ચોકમાં ભૂગર્ભ અને પાણીની લાઈનમાં અવાર નવાર લીકેજ થયા કરે છે. એકાદ વર્ષ અગાઉ અઠવાડિયા સુધી ફક્ત લીકેજ શોધવાની કામગીરી કરવી પડી હતી. સુભાષ ચોકથી બગવાડા દરવાજા રોડ ઉપર રોડ તૂટીફૂટી ગયો છે. અહીં ટ્રાફિકની ગીચતા પણ સુભાષથી બગવાડા થઈ ગૌરવ પથ અને જનતા હોસ્પિટલ રોડ ઉપર રહે છે .

વોર્ડ વિસ્તાર : સુભાષ ચોક, બગવાડા ચોક, ફુવારો, રેલ્વે સ્ટેશન, રેલવે ગરનાળા, વકીલ ચાલી, નવા ગંજ, ફૂડ ઝોન હોટલ, લીલી વાડી, કર્મ ભૂમિ વિસ્તાર, જલારામ મંદિર, ગાયત્રી મંદિર રોડ.

બેઠકનો પ્રકાર : વોર્ડ નંબર છ માં પ્રથમ અને બીજી બેઠક સામાન્ય સ્ત્રી માટે અનામત છે જ્યારે ત્રીજી અને ચોથી બેઠક સામાન્ય ઉમેદવાર માટે મુક્ત છે

ફૂટપાથ ખાલી કરાવો, સ્પીડ બ્રેકર બનાવો
જલારામ ચોકથી સુભાષ ચોક સુધી ફૂટપાથ પર ભંગારી તેમજ અન્ય વસ્તુઓ પડી રહે છે તે ખુલ્લી કરાવવા જ્યારે રોડ ઉપર વસવાટ કરતા લોકોએ સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી હતી

માયાનગર પાસે દિવાલ મામલો હલ ક્યારે?
ગાયત્રી મંદિર પાસે માયાનગર સોસાયટી બહાર રોડ ટચ એક નાની દિવાલ વાહન વ્યવહાર અવરજવરમાં અડચણરૂપ બની રહી છે. તેમાં સોસાયટી અને નગરપાલિકા સાથે મળીને નિરાકરણ લાવે તેવી રજૂઆત કેટલાક લોકોની હતી. જેમાં પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું કે ભૂતકાળમાં જિલ્લા તંત્ર દ્વારા સોસાયટીની માલિકીની જગ્યામાં કોટ અને ગેટ દબાણ ઝુંબેશમાં તોડી નાખતા કોર્ટ કેસ થયો હતો અને નગરપાલિકા હારી ગઇ હતી જેમાં વળતર ચુકવવું પડ્યુ હતું. જેના લીધે આ મામલે કોઈ કાર્યવાહી કરી શકાતી નથી.

પાણી ભરાઈ જાય છે
જનતા હોસ્પિટલ રોડ પર પાણી ભરાવાની સમસ્યા છે. રેલવે ગરનાળામાં ચોમાસામાં થોડા વરસાદમાં પાણી ભરાય છે. બી.એમ. હાઇસ્કૂલ રોડ અને નજીકની સોસાયટીઓમાં સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો