કાર્યક્રમ:રોટરેક્ટ ક્લબ મારફતે યુવા શક્તિને સમાજ સેવામાં સક્રિય કરવા અનુરોધ

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબના પદાધિકારીઓનો નવા વર્ષ માટે ઓનલાઇન ટ્રેનિંગ સેમિનાર

રોટરી ક્લબમાં જુલાઈથી શરૂ થઈ રહેલા નવા વર્ષ 2021 -22 માટે રોટરી ક્લબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ ઓફિસરનો ઓનલાઈન ટ્રેનીંગ સેમિનાર યોજવામાં આવ્યો હતો. શનિવાર અને રવિવાર બે દિવસ દરમિયાન યોજાયેલ ગુજરાત અને રાજસ્થાનની રોટરી અને રોટરેક્ટ કલબના 500 જેટલા લીડરો જોડાયા હતા.

આ પ્રસંગે રોટરી ક્લબ પાટણના ક્લબ ટ્રેનર અને ડિસ્ટ્રિક્ટ રોટરેક્ટ કમિટી ચેરમેન બાબુભાઈ પ્રજાપતિ દ્વારા જ્યાં રોટરી ક્બલ છે ત્યાં રોટરેક્ટ ક્લબ બનાવી યુવા શક્તિને સાથે રાખીને સમાજ સેવાની કામગીરી ઉપર ભાર મૂક્યો હતો. વિશ્વમાં 2,03,000 રોટરેક્ટ પૈકી ડિસ્ટ્રીક 3054માં 95 ક્લબોમાં 4800 યુવાઓ તેમની સેવા આપી રહ્યા છે.

કચ્છ, પાટણ, વિસનગર, પાલનપુર, અમદાવાદ, જયપુર, ઉદેપુર, કેરા કલબના કાર્યક્રમોની નોંધ રોટરી ઇન્ટરનેશનલ કક્ષાએ લેવામાં આવી રહી છે ત્યારે દરેક નાના શહેરો અને મેટ્રો સિટીમાં રોટરી ક્લબ દ્વારા તેમની પોતાની રોટરેકટ કલબ બનાવવી અને હોય તો તેને એક્ટિવ કરવી જોઈએ તેમ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડિસટીક સેક્રેટરી મેહુલ પટેલ, ટ્રેનર મૌલિન પટેલ, ઉત્કર્ષ પટેલ વગેરે દ્વારા સંચાલન થયું હતું. બાબુભાઈ પ્રજાપતિના સબંધોને સાંભળી તેને અનુસરી કામ કરવા માટે રોટરેક્ટ તમામ ક્લબના સભ્યોએ હાંલક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...