આવેદન:પોરાણાના ખેડૂતોની જમીન જૂની શરતમાં નહીં ફેરવી અન્યાય કર્યો હોવાની રજૂઆત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવવા ઠરાવ છતાં વંચિત રાખ્યા હોવાનો આક્ષેપ સાથે રાધનપુર નાયબ કલેક્ટરને રજૂઆત

રાધનપુર તાલુકાના પોરાણાના કેટલાક ખેડૂતોની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ન કરી ખેડૂતોને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો તેમજ અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સાથે ઠાકોર સેવા સંગઠનના નેજા હેઠળ રાધનપુર નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.પોરાણા ગામના ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના ખેડૂતોની જમીન હાલે પોરાણામાં નવીન શરતમાં ચાલે છે આઝાદીના 75 વર્ષ થયા તેથી પણ ઘણા સમયથી બાપદાદા વખતથી તેઓ આ જમીનો વાવે છે પરંતુ તેમને તેમના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે

સરકારમાં કબજા હકની રકમ ખેડૂતો દ્વારા ભરપાઈ કરવામાં આવેલી છે છતાં ખેડૂતોની જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ન કરી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ઠાકોર સેવા સંગઠનના નેજા હેઠળ નાયબ કલેક્ટર રાધનપુરને રજૂઆત કરવામાં આવી હતી.રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની અરજી વિના સુઓમોટો કરી જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા પરિપત્ર ઠરાવ કરવામાં આવેલો છે પરંતુ તેની અમલવારી આ ખેડૂતો માટે કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...