• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Representation Of The Members To Forfeit The Deposit Of The Agency For Not Completing The Road Work In Patan Despite Three Terms

બેદરકારી:પાટણમાં ત્રણ ત્રણ મુદત છતાં રોડનું કામ પૂર્ણ ન કરતાં એજન્સીની ડિપોઝિટ જપ્ત કરવા સભ્યોની રજૂઆત

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટિસ આપી છતાં રિસર્ફેસીંગ ન કર્યું ,માત્ર મેટલીંગ જ કર્યું હતું

પાટણ શહેરમાં ચોમાસામાં રસ્તાઓને થયેલ નુકસાનની મરામત કામગીરી એજન્સી દ્વારા પૂરેપૂરી ન કરવામાં કરાતા તેમજ પાલિકા દ્વારા નોટિસ આપ્યા પછી પણ કામગીરી પૂરી ના કરતા એજન્સીની ડિપોઝિટ કરીને કામમાંથી મુક્ત કરવા સભ્યો દ્વારા ઉગ્ર રજૂઆત કારોબારી સભામાં કરવામાં આવી હતી. આ અંગે આગામી સામાન્ય સભામાં અંતિમ નિર્ણય કરવામાં આવશે.પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન રોડ રસ્તાઓ ને થયેલા નુકસાન દુરસ્ત કરવા માટે સરકાર દ્વારા રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી તેમાંથી બચત રહેતી રૂ. 22,75, 500 ગ્રાન્ટ ના ખર્ચે બે રોડ દુરસ્ત કરવા માટે ઇજારદાર મહેન્દ્ર એ.પટેલને કામ આપવામાં આવ્યું હતું પણ કામ થયું નહતું.

મંજૂર થયેલા ભાવે કામગીરી પૂરી કરવા ચાર માસનો મુદત વધારો આપવામાં આવેલ હતો જેમાં એજન્સી દ્વારા બે રોડની માત્ર મેટલ કામગીરી કરવામાં આવી હતી પરંતુ તે પછી રીસર્ફેસિંગની કામગીરી બાકી રાખી હતી. તે અધૂરી કામગીરી પૂરી કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા પછી પણ કામ પૂર્ણ ન કરીને ઉલટાનું તેમની કામગીરીનું ફાઇનલ બિલ બનાવીને ડિપોઝિટ છૂટી કરવા માટે નગરપાલિકાને પત્ર લખ્યો હતો. આ અંગે કારોબારી સભામાં ઉગ્ર ચર્ચા થઈ હતી.આ અંગેની ચર્ચામાં ભાગ લેતા સભ્યો હીનાબેન શાહ મહેશ પટેલ, હરેશ મોદી, કારોબારી ચેરમેન અરવિંદ પટેલ દ્વારા સખત વલણ દર્શાવવામાં આવ્યું હતું.

કામ અંગે ચાર વખત નોટિસ અને ત્રણ વખત મુદત વધારો આપવામાં આવ્યો હતો અને તે મુદત પણ પૂરી થઈ છે છતાં કામ થયું નથી. રોડ પરના ડામરનું કામ બાકી રાખ્યું છે. ત્યારે એજન્સીને ડિપોઝીટ છૂટી કરવાના બદલે ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને એજન્સીને કામ માટે છૂટી કરી દેવી જોઈએ તેવી રજૂઆતો સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આખરે સામાન્ય સભામાં યોગ્ય નિર્ણય કરવા ભલામણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...