તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રોડમાં પિયતની પાઇપો દબાવાથી આર્થિક નુકશાન ન થાય તે માટે બાબરા,પાટણકાના ખેડૂતોની રજૂઆત

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંતલપુરથી સાંચોર ભારતમાલા રોડ કામગીરી શરૂ કરાતાં ખેડૂતો ચિંતાતુર
  • યોગ્ય નિરાકરણ કરવા માટે રાધનપુરમાં નાયબ કલેકટરને કરાઈ

સાંતલપુરથી સાંચોર ભારતમાલા રોડ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતો દ્વારા પિયત માટે નાખવામાં આવેલી પાઈપલાઈનો દબાઇ જવાની અને આર્થિક નુકશાન ન થાય તે માટે યોગ્ય નિરાકરણ કરવા નાયબ કલેકટરને રજૂઆત કરી હતી. સાંતલપુર તાલુકાના બાબરા અને પાટણકાના ખેડૂતો નર્મદા કેનાલમાંથી પીવીસી પાઇપલાઈનો દ્વારા સિંચાઈ માટે ખેતરોમાં પાણી લાવવા માટે ખર્ચાઓ કરી લાઈનો નાખી છે ત્યારે હવે સરકારનો ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી છે

ત્યારે આ પાઇપલાઈનો હેવી રોડના કારણે દબાઇ જવાની અને ખેડૂતોને ખેતરોમાં જતી પાઇપો બંધ થઈ જવાની નોબત આવતા ખેડૂતો રાધનપુર પ્રાંત કચેરીએ પહોંચી નાયબ કલેકટરને રજૂઆત કરી આ પાઈપલાઈનોના નિરાકરણ માટે યોગ્ય કરવા માંગ કરી હતી. બાબરાનાં ખેડૂત રાજાભાઈ ના જણાવ્યા પ્રમાણે અમે ખેતરોમાં ખર્ચાઓ કરી આ પાઇપો નાખી છે અને આ પાઇપો કેનાલ નજીક થી નાખી ને અમે ખેતરો સુધી આ પાઇપોથી પાણી પહોંચાડીએ છે અને ખેતી કરીએ છીએ આ પાઇપો બાબતે કોઈ નિરાકરણ નહિ આવે અને આ પાઇપો તૂટી જશે તો આર્થિક નુકશાન આવશે અને અમારી રોજગારી પણ છીનવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો