તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:8 હેડ કોન્સ્ટેબલ, 13 કોન્સ્ટેબલ અને 3 ડ્રાઈવરની બઢતી સાથે બદલી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડાએ બઢતી સાથે બદલીનો ગંજીપો ચિપ્યો

જિલ્લા પોલીસ વડાએ 8 હેડ કોન્સ્ટેબલ, 18 કોન્સ્ટેબલ અને 3 ડ્રાઈવરની બઢતી સાથે બદલીના આદેશ કર્યા છે. પાટણ જીલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ બઢતી આપી ખાલી જગ્યાઓ ભરી છે. જેમાં આઠ કોન્સ્ટેબલને એ.એસ.આઇ તરીકે બઢતી અપાઇ છે. જેમાં પાટણ જિલ્લા પોલીસ હેડ ક્વાટરના છનાજી પચાણજી, સવાભાઈ હીરાભાઈ, ભૂપતસિંહ ખેંગારજી, પ્રવીણકુમાર રેવાભાઇ, ઈશ્વરભાઈ મુળચંદ ભાઈ, અમૃતભાઈ તેજાભાઈ, કાદરભાઈ ઇબ્રાહીમભાઇ, હારીજના કમલેશભાઈ ભલાભાઇ તેમજ 13 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઇ છે.

તેમાં પાટણ જિલ્લા પોલીસ હેડ ક્વાટરના રૂપસિંહ મદારજી, રાજેશગાભાભાઈ, કનકસિંહદોલાજી માલાભાઈ ભાવાભાઈ બળદેવભાઈ દોલતસિંહ, વારાહી પોલીસ મથકના કાંતિભાઈ ઓખાભાઈ બી ડિવિઝનના જગદીશભાઈ ખાનાભાઈ, સીઆઇડી ક્રાઇમના મેહુલભાઈ, પાટણ એ ડિવિઝનના મેઘરાજ ચૌધરી, ભરતભાઈ શ્રીમાળી, હારીજના બિપિનકુમાર ગોયલ, જિલ્લા એલઆઇબીના વિનોદભાઈ અને ત્રણ ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ કાંતિભાઈ લાલાભાઇ, કનૈયાલાલ, બાબુભાઈ કુબેરભાઈની બઢતી સાથે બદલી કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...